શું ખરેખર ઈન્ડિયા ગેટ પર 95300 વ્યક્તિના નામ લખાયા છે.? જેમાંથી 61945 મુસ્લિમોના નામ છે....? જાણો શું છે સત્ય.........
Aarif Khan Gabbar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘*સનસનાટી સનસનાટી સનસનાટી* *સંજય ગઢીયા તરફથી રૂપીયા 11,111 નું ઈનામ જાહેર.* *દીલ્હી નાં ઈન્ડિયા ગેટ પાસે હીન્દુસ્તાન ને આઝાદી અપાવનાર 95,300 વ્યક્તિ નાં નામ લખેલા છે.* *આમાં થી 61,945 નામ મુસ્લિમ સમુદાય નાં વ્યક્તિઓ નાં છે.* *સંજય ગઢીયા ની સમગ્ર ભારત ની જનતા ને ઓપન ચેલેન્જ છે કે આમાં થી એક પણ નામ RSS - BJP - શિવસેના તથા વિશ્વ હીન્દુ પરીષદ નાં કોઈ વ્યક્તિ નું નામ બતાવે તો તે એક વ્યક્તિ ને સંજય ગઢીયા તરફથી રૂપિયા 11,111 નું રોકડું ઈનામ આપવામાં આવશે.* *ખાસ નોંધ : ( ચેલેન્જ સ્વીકારનાર પ્રથમ એક વ્યક્તિ ને )* *જીંદગી ભર અંગ્રેજો ની દલાલી કરનારા આપણ ને રાષ્ટ ભક્તિ શીખવાડે છે.* *દેશ માં હીન્દુ મુસ્લિમ વચ્ચે ઝેર ફેલાવનાર આવા હરામખોરો દેશપ્રેમ તથા એકતા ની વાતો કરે છે.* *લી. સંજય ગઢીયા*’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 16 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ‘ઈન્ડિયા ગેટ પર 95300 વ્યક્તિઓના નામ લખવામાં આવ્યા છે. જેમાંથી 61945 નામ મુસ્લિમોના છે.’
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર ‘INDIA GATE’ લખતા અમને નીચેમુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામ પરથી અમને ‘Delhi Tourism’ ની ઓફિશીયલ વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ઈન્ડિયા ગેટ એક સ્મૃતીનું પ્રતીક છે. જે 70000 હજાર ભારતીય સૈનિકોની સ્મૃતિના પ્રતિક રૂપે બનાવવામાં આવ્યુ છે. જેઓએ પ્રથમ વિશ્વ યુધ્ધ સમયે બ્રિટિશ સેના માટે લડતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સ્મારકમાં 1919ના અફગાન યુધ્ધમાં પશ્રિમોત્તર સીમામાં જીવ ગુમાવેલા 13516થી વધુ બ્રિટિશ અને ભારતીય સૈનિકોના નામ લખવામાં આવ્યા છે.
આ યુધ્ધોમાં શહિદ થયેલા સૈનિકોની સ્મૃતિમાં ઈન્ડિયા ગેટ પર અંગ્રેજીમાં અમુક વાક્ય અંકિત છે. “To the dead of the Indian armies who fell honored in France and Flanders Mesopotamia and Persia East Africa Gallipoli and elsewhere in the Near and the far-east and in sacred memory also of those whose names are Recorded and who fell in India or the north-west frontier and during the Third Afghan War.”
Source: War-Memorial.net and Wikipedia
ઉપરોક્ત પોસ્ટમાં જણાવેલા આંકડા અને દિલ્લી પર્યટનની ઓફિશીયલ વેબસાઈટ પર આપવામાં આવેલા આંકડામાં ઘણો તફાવત જણાતો હતો તેથી અમે ગૂગલ પર ‘list of names written on India gate’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ‘Commonwealth War Graves Commission’ નામની એક સંસ્થાની ઓફિશીયલ વેબસાઈટ મળી હતી. આ સંસ્થાની સ્થાપના 1914માં કરવામાં આવી હતી. તેમનું કાર્ય પ્રથમ અને બીજા વિશ્વ યુધ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં કબ્રસ્તાનો અને સ્મારકોનું નિર્માણ અને જાણવણી કરવાનું છે. આ સંસ્થાના સિધ્ધાંતો અનુસાર લશ્કરી પદ, જાતિ અથવા જાતિના આધારે શહીદોના સ્મારકમાં કોઈ ભેદ પાડવો જોઈએ નહીં.
આ વેબસાઇટ અનુસાર, પ્રથમ વિશ્વ યુદ્ધમાં કુલ 13,220 લોકોની જાનહાની થઈ હતી, નામ અને ટાઇટલવાળા સૈનિકોની યાદી આ વેબસાઇટ પર આપવામાં આવી છે.
વેબસાઈટમાં જણવવામાં આવેલી યાદી મુજબ, તેમાં 12,280 ભારતીય સૈનિકો, 959 બ્રિટીશ સૈનિકો અને 1 ઓસ્ટ્રેલિયન સૈનિકના નામ છે.
આ યાદીથી સ્પષ્ટ થઈ ગયું છે કે 13,220 સૈનિકોમાંથી માત્ર 12,260 ભારતીય સૈનિકોના નામ ઇન્ડિયા ગેટ પર લખેલા છે, જે ઉપરોક્ત દાવામાં આપવામાં આવેલા સૈનિકોની સંખ્યા સાથે મેળ ખાતા નથી. ભારતીય સૈનિકોએ બ્રિટીશ આર્મી માટે પહેલું વિશ્વ યુદ્ધ તેમની બાજુથી લડ્યું.
આમ, સ્પષ્ટ થાય છે કે ઉપરોક્ત પોસ્ટમાં આપણે જઈને ઇન્ડિયા ગેટ પર કુલ 13,220 નામો લખાયેલા છે, જેમાંથી 12,260 બ્રિટીશ ભારતીય સૈનિકોનાં નામ છે અને આ નામો જાતિ અને ધર્મના આધારે લખાયેલા નથી.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે, કારણ કે, ઇન્ડિયા ગેટ પર કુલ 13,220 નામો લખાયેલા છે, જેમાંથી 12,260 બ્રિટીશ ભારતીય સૈનિકોનાં નામ છે અને આ નામો જાતિ અને ધર્મના આધારે લખાયેલા નથી.
Title:શું ખરેખર ઈન્ડિયા ગેટ પર 95300 વ્યક્તિના નામ લખાયા છે.? જેમાંથી 61945 મુસ્લિમોના નામ છે....? જાણો શું છે સત્ય.........
Fact Check By: Yogesh KariaResult: False