સ્પેનના દરિયાના વીડિયોને સોમનાથના દરિયાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ વિડિયો ગુજરાતના સોમનાથનો નહિં પરંતુ આ વિડિયો સ્પેનના સેન સેબેસ્ટિયન શહેરનો છે. ગુજરાતના સોમનાથનો હોવાની વાત તદ્દન ખોટી છે.

ચોમાસા શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આ સીઝનું પહેલુ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા નજીક આવી રહ્યુ છે. ત્યારે હાલમાં બિપોરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે 9 અને 10 નંબરનું ભયજનંક સિગ્નલ લાદવામાં આવ્યુ છે. ત્યારે આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બિપોરજોય વાવાઝોડાના પગલે સોમનાથના દરિયામાં કરંટ જોવા મળ્યો અને આ સોમનાથના દરિયાના દ્રશ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

રંગીલુ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિપોરજોય વાવાઝોડાના પગલે સોમનાથના દરિયામાં કરંટ જોવા મળ્યો અને આ સોમનાથના દરિયાના દ્રશ્યો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયો હતો.

ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર જાન્યુઆરી 2021માં અપલોડ કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. જે પોસ્ટ સાથે વાયરલ થઈ રહ્યો છે તે જ વિડિયો છે. વિડિયોના શીર્ષકમાં લખવામાં આવી રહ્યુ હતુ કે, “ઉત્તરી સ્પેઇનનો હોવાનું માનવામાં આવે છે.

ઉપરોક્ત વિડિયોમાં 1.45 મિનિટની આગળનો ભાગ કટ કરી અને સોમનાથના દરિયાના નામે વાયરલ કરવામાં આવી રહ્યુ છે. 

ત્યારબાદ અમને જાણવા મળ્યુ કે આ વિડિયો ખરેખર સ્પેનનો જ છે. આ માટે, આ સ્થાન શું છે તે બરાબર જાણવું જરૂરી છે.

સ્પેનમાં દરિયાના મોઝા વિશે જાણ્યા પછી, અમને ખબર પડી કે સેન સેબેસ્ટિયન શહેર ઉચા મોઝાનો અનુભવ કરી રહ્યું છે. મોજાના આ દ્રશ્યને જોવા માટે વિશ્વભરના પ્રવાસીઓ ત્યાં જાય છે.

ગૂગલ મેપ્સ પરની શોધમાં બહાર આવ્યું છે કે, વિડિયો સેન સેબેસ્ટિયનના ન્યુ સીમેનમાં, અલબત્ત, પેસો ન્યુવોનો છે. આ પદયાત્રીઓનો પ્રખ્યાત વોક-વે છે. તમે નીચે ગૂગલ મેપમાં આ સ્થાન જોઈ શકો છો.

વિડિયોની ડાબી બાજુએ ફૂટપાથ સમાપ્ત થાય છે અને થોડા અંતરે એક પર્વત જોઇ શકાય છે. તે ઉપર ગુગલ મેપ્સ પર પણ દેખાય છે.

વાયરલ વિડિયોમાં દેખાતા અમુક દ્રશ્યો અને ગૂગલ મેપ્સના દ્રશ્યોની અમે સરખામણી કરી હતી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ વિડિયો સ્પેનનો જ છે.

તો પણ એક સવાલ ઉભો થાય છે કે આ વિડિઓ બરાબર ક્યાં ઉભીને શૂટ કરવામાં આવ્યો હતો.? 

જેનો જવાબ અમને ગૂગલ અર્થની સહાયથી મળ્યો હતો.

3-ડી દ્રશ્યની સહાયથી, નીચે લાલ અને પીળા વર્તુળોમાં ચોક્કસ જગ્યા બતાવવામાં આવી છે. ઉપરની દિવાલ લાલ ચોકમાં દેખાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો ગુજરાતના સોમનાથનો નહિં પરંતુ આ વિડિયો સ્પેનના સેન સેબેસ્ટિયન શહેરનો છે. ગુજરાતના સોમનાથનો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:સ્પેનના દરિયાના વીડિયોને સોમનાથના દરિયાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False