સ્વીડને સેક્સને એક રમત તરીકે જાહેર કર્યું હોવાની વાયરલ માહિતીનું જાણો શું છે સત્ય….

આંતરરાષ્ટ્રીય I International ગેરમાર્ગે દોરનાર I Misleading

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્વીડન દેશના નામે એક માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્વીડનમાં સેક્સને એક રમત તરીકે માન્યતા આપવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, સ્વીડનમાં સેક્સ સ્પર્ધા 8 જૂનના રોજ શરૂ થઈ હોવા છતાં, સ્વીડિશ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા સેક્સને રમત તરીકે માન્યતા આપવામાં આવી નથી. આ સ્પર્ધા સ્વીડિશ સેક્સ ફેડરેશન દ્વારા આયોજિત કરવામાં આવી છે, જેની સ્વીડિશ સ્પોર્ટ્સ ફેડરેશનના સભ્ય બનવા માટેની અરજી નકારી કાઢવામાં આવી છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

मनोज हिंदुस्तानी નામના ફેસબુક યુઝર દ્વારા 3 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એં લખવામાં આવ્યું છે કે, સ્વીડન મેં સેક્સ કો ખેલ કે રૂપ મેં મિલી માન્યતા…! પહેલી ચેમ્પિયનશિપ 8 જૂન કો હોગી…સૂત્રો સે પતા ચલા હૈ.. ભારત કી ઓર સે એક વિદેશી મહિલા કા નામ સૂચિને સામેલ હૈ… જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્વીડનમાં સેક્સને એક રમત તરીકે માન્યતા આપવામાં આવી છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ સ્વીડનમાં સેક્સ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે કે નહીં? એ વિશે સર્ચ કરતાં અમને ભારતીય મીડિયામાં આ હરીફાઈ વિશે ઘણા અહેવાલો મળ્યા હતા. પરંતુ વિશ્વના મોટા મીડિયા અને યુરોપિયન સમાચાર એજન્સીઓએ આવી કોઈ હરીફાઈનો અહેવાલ આપ્યો ન હતો અથવા તો એવો અહેવાલ પણ આપ્યો ન હતો કે, સ્વીડને સેક્સને એક રમત તરીકે માન્યતા આપી છે. 

અમારી વધુ તપાસમાં અમને સ્વીડિશ સમાચાર એજન્સી, ગોટેબોર્ગ-પોસ્ટેન દ્વારા 26 એપ્રિલ, 2023 ના રોજનાપ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘સેક્સને રમત તરીકે વર્ગીકૃત કરવાની અરજી નકારી કાઢવામાં આવી છે’.

અહેવાલો અનુસાર, સ્વીડિશ સ્ટ્રીપ ક્લબના માલિકે સ્વીડિશ સેક્સ ફેડરેશનની સ્થાપના કરી છે અને તે ઈચ્છે છે કે, સ્વીડનમાં સેક્સને ધર્મ તરીકે માન્યતા આપવામાં આવે. તેમણે જાન્યુઆરીમાં અપીલ પણ કરી હતી પરંતુ તેમની અપીલ ફગાવી દેવામાં આવી હતી.

અન્ય સ્વીડિશ મીડિયા આઉટલેટ, TV4 એ 19 જાન્યુઆરી, 2023ના રોજ અહેવાલ આપ્યો હતો કે, રાષ્ટ્રીય રમતગમત મહાસંઘના પ્રમુખ બ્યોર્ન એરિક્સને સ્પષ્ટતા કરી હતી કે, સેક્સને રમત તરીકે વર્ગીકૃત ન કરવું જોઈએ.

સ્વીડિશ સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ અન્ના સીટ્ઝમેને સ્પષ્ટતા કરી હતી કે, સ્વીડિશ સેક્સ ફેડરેશન સ્વીડિશ સ્પોર્ટ્સ ફેડરેશનનું સભ્ય હોવાનો દાવો ખોટો છે. આ ફેક ન્યૂઝ સ્વીડન અને સ્વીડિશ સ્પોર્ટ્સનું અપમાન કરવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે.

સ્વીડિશ સ્પોર્ટ્સ ફેડરેશનએ કહ્યું: “આંતરરાષ્ટ્રીય મીડિયામાં એવી જાણ કરવામાં આવી રહી છે કે, એક સેક્સ ફેડરેશન સ્વીડન સ્પોર્ટ્સના સભ્ય તરીકે જોડાયું છે. આ ખોટા સમાચાર છે જે સ્વીડન અને સ્વીડિશ સ્પોર્ટ્સ ફેડરેશનને બદનામ કરવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે.” સ્વીડિશ સ્પોર્ટ્સ ફેડરેશન નામની એવી કોઈ સંસ્થા નથી કે જેનું સ્વીડિશ સ્પોર્ટ્સ ફેડરેશન સભ્ય છે.”

સ્વીડિશ સેક્સ ફેડરેશન (SSF)

સ્વીડિશ સેક્સ ફેડરેશન નામની સંસ્થા દ્વારા કરવામાં આવેલી જાહેરાતના આધારે સ્વીડનમાં યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપ 8મી જૂનના રોજથી શરૂ થશે તેવા અહેવાલો વાયરલ થયા છે.

એક ફેક્ટ-ચેકિંગ સંસ્થાના પ્રશ્નના જવાબમાં, સ્વીડિશ સેક્સ ફેડરેશને જણાવ્યું હતું કે, સ્વીડિશ સ્પોર્ટ્સ કોન્ફેડરેશને હજુ સુધી સંખ્યાબંધ કારણોસર સેક્સને રમત તરીકે વર્ગીકૃત કર્યું નથી, જેમ કે ફેડરેશનની તાલીમ સુવિધાઓનો અભાવ, રેફરીઓ માટે ચૂકવણી અને રેફરી તાલીમ અને અભ્યાસક્રમો.

SSF એ કહ્યું કે, જોકે સ્વીડિશ સ્પોર્ટ્સ ફેડરેશન ‘સેક્સને એક રમત તરીકે માન્યતા આપતું નથી, યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપ નિર્ધારિત સમય મુજબ શરૂ થશે.’

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, સ્વીડનમાં સેક્સ સ્પર્ધા 8 જૂનના રોજ શરૂ થઈ હોવા છતાં, સ્વીડિશ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા સેક્સને રમત તરીકે માન્યતા આપવામાં આવી નથી. આ સ્પર્ધા સ્વીડિશ સેક્સ ફેડરેશન દ્વારા આયોજિત કરવામાં આવી છે, જેની સ્વીડિશ સ્પોર્ટ્સ ફેડરેશનના સભ્ય બનવા માટેની અરજી નકારી કાઢવામાં આવી છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:સ્વીડને સેક્સને એક રમત તરીકે જાહેર કર્યું હોવાની વાયરલ માહિતીનું જાણો શું છે સત્ય….

Written By: Vikas Vyas 

Result: Misleading