Patidar Live News Gujarat નામના ફેસબુક પેજ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર પાણી માટે પોલીસ પહેરો, 24 કલાક પેટ્રોલિંગ.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 284 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 30 લોકો દ્વારા પોતાના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 183 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટામં દાવો કરાવામાં આવ્યો હતો કે, ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર પાણી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટ સાથે એક આર્ટીકલ પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યુ હતુ કે, ગુજરાતના ઈતિહાસમાં પાણી માટે પોલીસ પહેરો, 24 કલાક પેટ્રોલિંગય..... આ દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલ પર “પાણી ચોરી અટકાવવા માટે પોલીસ સુરક્ષા” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, ગત વર્ષ એટલે 2018માં પણ સરકાર દ્વારા પાણી ચોરી અટકાવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામા આવ્યા હતા. જે આપ નીચે જોઈ શકો છો.

નવગુજરાત સમય દ્વારા 17 માર્ચ 2018ના આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે આપ નીચેની લિંક પર ક્લિંક કરી વાંચી શકો છો.

NAVGUJARAT SAMAY

ARCHIVE

સૌરાષ્ટ્ર પ્રખિયાત સાંધ્ય દૈનિક અકિલા દ્વારા પણ તેમની વેબ સાઈટ પર આ સમાચાર તા.17 માર્ચ 2018ના પ્રસારિત કરવામાં આવ્યા હતા, જે આપ નીચેની લિંક પર ક્લિંક કરી વાંચી શકો છો.

AKILA

AKILA.png

ARCHIVE

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગુજરાતમાં પાણી માટે પોલીસ બંદોબસ્ત પહેલીવાર મુકાયો તે વાત ખોટી સાબિત થાય છે. હા, નવસારીમાં પાણી માટે પહેલીવાર બંદોબસ્ત મુકાયો તે વાત સત્ય છે. જે સમાચાર દિવ્ય ભાસ્કર અને નવસારી સીટી.કોમ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા જે આપ નીચેની લિંક પર ક્લિંક કરી વાંચી શકો છો.

DIVYABHASKAR | ARCHIVE
NAVSARICITY.COM | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, ગુજરાતમાં પાણી માટે પહેલીવાર બંદોબસ્ત 2018માં મુકવામાં આવ્યો હતો.

Avatar

Title:શું ખરેખર ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર પાણી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો..?

Fact Check By: Frany Karia

Result: False