જાણો લારીમાં પિતાને હોસ્પિટલ લઈ જઈ રહેલા બાળકના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બાળક દ્વારા તેના પિતાને લારીમાં હોસ્પિટલ લઈ જવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુજરાત મોડલનો છે જ્યાં એમ્બ્યુલન્સ ન મળતાં બાળકે તેના બિમાર પિતાને લારીમાં હોસ્પિટલ પહોંચાડ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુજરાતનો નહીં પરંતુ મધ્યપ્રદેશના સિંગરોલી ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Er sanjay umretiya નામના ફેસબુક યુઝર દ્વારા 12 ફેબ્રુઆરી, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બિમાર બાપ સામે દીકરો લાચાર! લારી માં સુવાડી પિતાને હોસ્પિટલ પહોંચાડયા... ગુજરાત મોડલ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુજરાત મોડલનો છે જ્યાં એમ્બ્યુલન્સ ન મળતાં બાળકે તેના બિમાર પિતાને લારીમાં હોસ્પિટલ પહોંચાડ્યા.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો આજ વીડિયો સાથેના સમાચાર અમને આજ તક દ્વારા 12 ફેબ્રુઆરી, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો મધ્યપ્રદેશના સિંહરોલી ખાતે બનેલી ઘટનાનો છે. જ્યાં 7 વર્ષના બાળકે તેના પિતાને લારીમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે, ત્યાર બાદ તંત્રને આ ઘટનાની જાણ થતાં કલેક્ટર દ્વારા તાપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આજ વીડિયો અન્ય કેટલાક સમાચારમાં પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. News 18 India | Live Hindustan
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો સાથેના સમાચાર jagran.com દ્વારા પણ 12 ફેબ્રુઆરી, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુજરાતનો નહીં પરંતુ મધ્યપ્રદેશના સિંગરોલી ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો લારીમાં પિતાને હોસ્પિટલ લઈ જઈ રહેલા બાળકના વાયરલ વીડિયોનું શું છે સત્ય...
Fact Check By: Vikas VyasResult: False