
Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 5 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, રામમંદિર પર ફેંસલોઃ આપનાર જજ રંજન ગોગોઈ શિલાન્યાસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો આ કોરોના પણ પકડી પકડી ને શોધતો લાગે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રામ મંદિરનો ચુકાદો આપનારા પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ પોસ્ટને 285 લોકોએ લાઈક કરી હતી. 4 લોકોએ પોતાના મત રજૂ કર્યો હતા. તેમજ 24 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર રામ મંદિરનો ચુકાદો આપનારા પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ટીવી9 ગુજરાતીની વેબસાઈટ પર 5 ઓગષ્ટ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા આજ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ એજ માહિતી આપવામાં આવી હતી કે, દેશના પૂર્વ CJI રંજન ગોગોઈ કોરોના પોઝિટીવ, 2019માં રામમંદિર પર આપ્યો હતો નિર્ણય. જે તમે નીચે જોઈ શકો છો.

અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. navgujaratsamay.com | zeenews.india.com
અમારી વધુ તપાસમાં અમને Bar & Beach ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 4 ઓગષ્ટ. 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રંજન ગોગોઈ દ્વારા તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની માહિતીને ખોટી ગણાવવામાં આવી હતી.
અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને ખોટી ગણાવવામાં આવી હતી. જે તમે અહીં જોઈ શકો છો. latestlaws.com | patrika.com
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ રામ મંદિરનો ચુકાદો આપનારા પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો એ માહિતી તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, રામ મંદિરનો ચુકાદો આપનારા પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો એ માહિતી તદ્દન ખોટી છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની વાત એક અફવા… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
