જાણો જાહેરમાં દારુની વહેંચણીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાહેરમાં વહેંચાઈ રહેલા દારુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ભાજપના સાંસદે જીતની ખુશીમાં લોકોને દારુની વહેંચણી કરી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જાહેરમાં વહેંચાઈ રહેલા દારુનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ કર્ણાટકનો છે. જ્યાં ભાજપના સાંસદ કે. સુધાકરે જીતની ખુશીમાં દારુની વહેંચણી કરી હતી. આ વીડિયોને હાલની ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 9 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આમાં દારૂબંધી નિ વાત છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ભાજપના સાંસદે જીતની ખુશીમાં લોકોને દારુની વહેંચણી કરી તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ તેનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર First India News  દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ હેન્ડલ પર 8 જુલાઈ, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કર્ણાટકમાં ભાજપના સાંસદ કે. સુધાકરે જીતની ખુશીમાં દારુની વહેંચણી કરી હતી તેનો આ વીડિયો છે. 

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Republic Bharat | India Today

અમારી વધુ તપાસમાં અમને આજ તક દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર 8 જુલાઈ, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

download.png

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જાહેરમાં વહેંચાઈ રહેલા દારુનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ કર્ણાટકનો છે. જ્યાં ભાજપના સાંસદ કે. સુધાકરે જીતની ખુશીમાં દારુની વહેંચણી કરી હતી. આ વીડિયોને હાલની ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો જાહેરમાં દારુની વહેંચણીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Misleading

Leave a Reply