તાજેતરમાં સોશિયલ મીડિયા પર મસ્જિદ પર ભગવો ધ્વજ ફરકાવી રહેલા યુવકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મસ્જિદ પર ભગવો ધ્વજ ફરકાવી રહેલા યુવકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મુંબઈના મીરા રોડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મસ્જિદ પર ભગવો ધ્વજ ફરકાવી રહેલા યુવકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મુંબઈના મીરા રોડનો નહીં પરંતુ આગ્રા ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને મુંબઈના મીરા રોડ ખાતે બનેલી ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 24 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મરાઠા મરતા હૈ યા મારતા હૈ 💪💪 મીરા રોડ મુંબઈ 🤣. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મસ્જિદ પર ભગવો ધ્વજ ફરકાવી રહેલા યુવકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મુંબઈના મીરા રોડનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને મસ્જિદ પર લખાણ જોવા મળ્યું હતું. જેમાં मदीना मस्जिद नैनाना जाट લખેલું જોઈ શકાય છે.

ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, નૈનાના જાટ આગ્રા ખાતે આવેલી જગ્યા છે.

ત્યાર બાદ અમે ગુગલ સ્ટ્રીટ વ્યૂનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં વીડિયોમાં જે મસ્જિદ દેખાઈ રહી છે એજ જોવા મળી હતી. નીચે તમે પોસ્ટમાં વાયરલ થઈ રહેલા વીડિયોના સ્ક્રીનશોટ અને ગુગલ સ્ટ્રીટ વ્યૂ ઈમેજ વચ્ચેની સમાનતા જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમે નૈનાના જાટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં ફરજ પરના અધિકારી દ્વારા અમને એ માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો નૈનાના જાટ વિસ્તારમાં આવેલી મદીના મસ્જિદ ખાતે બનેલી ઘટનાનો જ છે. જે 22 જાન્યુઆરીના રોજ બની હતી. આ ઘટનામાં 2 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, આ ઘટના અંતર્ગત કોઈ FIR દાખલ કરવામાં આવી ન હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મસ્જિદ પર ભગવો ધ્વજ ફરકાવી રહેલા યુવકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મુંબઈના મીરા રોડનો નહીં પરંતુ આગ્રા ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને મુંબઈના મીરા રોડ ખાતે બનેલી ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો મુંબઈ મીરા રોડ ખાતે બનેલી ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False