ગુજરાતના સ્કુબા ડ્રાઈવરે અયોધ્યામાં રામ મંદિરની ઉજવણી કરી હતી… જેને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National

આ વાયરલ વીડિયોમાં ગુજરાતનો એક સ્કુબા ડાઇવર અયોધ્યામાં રામ મંદિરના પવિત્રીકરણની ઉજવણી માટે પાણીની નીચે ભગવો ધ્વજ લહેરાવતો જોવા મળે છે. ભારતીય નૌકાદળ સાથે તેની કોઈ લેવા-દેવા નથી. 

અયોધ્યામાં રામ મંદિરનો ઉત્સવ 22 જાન્યુઆરીએ ધામધુમ પૂર્વક યોજાયો હતો. આ ઉજવણીની પૃષ્ટભૂમિ પર કેટલાક વિઝ્યુઅલ ઓનલાઈન શેર કરવામાં આવ્યા છે. હિંદુ ભગવાન હનુમાનજીની છબી સાથે સુશોભિત કેસરી ધ્વજ સાથે સ્કુબા ડાઇવર પાણીની અંદર સ્વિમિંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવે છે કે, “ભારતીય નૌકાદળ દ્વારા રામ મંદિરના ઉત્સવનાના પ્રસંગને આ પ્રકારે પાણઈની અંદર ભગવો ધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 22 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતીય નૌકાદળ દ્વારા રામ મંદિરના ઉત્સવનાના પ્રસંગને આ પ્રકારે પાણઈની અંદર ભગવો ધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

પહેલા અમે તપાસ કરી કે શું ભારતીય નૌકાદળે રામ મંદિરના ઉત્સવને લગતી કોઈ ઘટનાઓ સત્તાવાર રીતે જાહેર કરી છે. તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ અથવા મીડિયામાં આવી કોઈ જાહેરાત મળી નથી.

ગૂગલ પર રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (પીટીઆઈ)એ સમાન વાયરલ વીડિયો ટ્વિટ પર શેર કર્યો હતો. જે 19 જાન્યુઆરી, 2024 ના શેર કરવામાં આવ્યો હતો. જે વીડિયોના  કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ કે, “ગુજરાતના શિવરાજપુર બીચ પર એક સ્કુબા ડાઇવરે સમુદ્રના પાણીની નીચે ભગવાન હનુમાનની છબી સાથે કેસરી ધ્વજ લહેરાવ્યો છે.” 

Archive 

આને ધ્યાનમાં રાખીને, અમે સંબંધિત કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ગુજરાતી જાગરણ દ્વારા શેર કરાયેલા અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “સ્કુબા ડાઇવરનું નામ કરમણભા ચમડિયા હોવાનું જણાવાયું છે અને તે ભારતીય નૌકાદળના સભ્ય હોવાનો ક્યાંય ઉલ્લેખ નથી.”  

તેમજ વધુ શોધ કરતા અમને કરણ ચમડિયા નામની એક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મળી જેણે શિવરાજપુર બીચ પરથી સ્કુબા ડાઇવિંગ વીડિયો અને ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. પછી અમે ઈન્સટાગ્રામ પોસ્ટમાં આપેલા ફોન નંબર દ્વારા તે વ્યક્તિનો સંપર્ક કર્યો.

તેણે પુષ્ટિ કરી કે તે તેને વાયરલ વીડિયોમાં તે ભારતીય નૌકાદળ સાથે સંબંધિત નથી. “તે આપણો પોતાનો વ્યવસાય છે; હું ગુજરાતનો છું અને લાંબા સમયથી સ્કુબા ડાઇવિંગ કરૂ છું. આ વીડિયો અભિષેક સમારોહના બે ત્રણ દિવસ પહેલા કેપ્ચર કરવામાં આવ્યો હતો. મેં અયોધ્યા રામ મંદિરના અભિષેક પ્રસંગને અનોખો બનાવવા માટે ભક્તિભાવથી કર્યું,”

આથી, વાયરલ વીડિયોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભારતીય નૌકાદળના પ્રતિનિધિ સ્કુબા ડાઇવિંગ કરીને ભગવા ધ્વજ સાથે ડ્રાઇવ કરતા હોવાનો દાવો ખોટો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબીત થાય છે, કરાણ કે, આ વીડિયોમાં ભારતીય નૌકાદળના પ્રતિનિધિને અયોધ્યામાં રામ મંદિરના ઉત્સવની ઉજવણી માટે ભગવા ધ્વજ સાથે સ્કૂબા ડાઇવિંગ કરતા દર્શાવવામાં આવ્યા નથી. આ વાયરલ વીડિયોમાં ગુજરાતનો એક સ્કુબા ડાઇવર જોવા મળી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ગુજરાતના સ્કુબા ડ્રાઈવરે અયોધ્યામાં રામ મંદિરની ઉજવણી કરી હતી… જેને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False