જાણો ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા શ્રમિકાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં ઉત્તરકાશી ખાતે ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને ભારે જહેમત બાદ 17 દિવસે હેમખેમ બહાર નીકાળવામાં આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવો જ ટનલમાં ફસાયેલા વ્યક્તિનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા શ્રમિકનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા વ્યક્તિનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 27 નવેમ્બર, 2023ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ચાંદ પર પહોંચીને શુ ફાયદો જ્યારે સુરંગ માં 17 દિવસથી ફસાયેલા લોકો સૂધી આપણે ના પહોંચી શકતા હોઈએ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા શ્રમિકનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો અમને એક ફેસબુક યુઝર દ્વારા 2 મે, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આજ ફોટો અન્ય એક ફેસબુક યુઝર દ્વારા વર્ષ 2020 માં પણ અપલોડ કરવામાં આવ્યો હતો.

અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો અન્ય ફેસબુક યુઝર દ્વારા પણ વર્ષ 2019 અને વર્ષ 2020 માં અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Facebook Post 1 | Facebook Post 2

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા વ્યક્તિનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા શ્રમિકાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: False