બેંકમાં ચોરીની આ ઘટના ગુજરાતના ઉમરેઠમાં નહીં પરંતુ બાંગ્લાદેશના ચિટગાંવ શહેરમાં બનવા પામી હતી, બાદમાં પોલીસ દ્વારા ત્રણેય આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક ત્રિપુટી દ્વારા બેંકમાં અંદર આવી અને એક શખ્સ જે બેંકના કેશ કાઉન્ટર પર પૈસા ગણી રહ્યો હોય છે. જેને ટ્રેપમાં ફસાવી તેના કાઉન્ટર પડેલા રૂપિયાની ચોરી કરવામાં આવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બેંકમાં લૂંટની આઘટના ગુજરાતના ઉમરેઠ શહેરમાં બનવા પામી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Pradep Thakur નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બેંકમાં લૂંટની આઘટના ગુજરાતના ઉમરેઠ શહેરમાં બનવા પામી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને બાંગ્લાદેશના પ્રખ્યાત ન્યુઝ પેપર Kaler Kantho દ્વારા તેમના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવેલો સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બાંગ્લાદેશના ચિંટગાંવ શહેરમાં બેંકના ફ્લોર પર પૈસા ફેંકીને ચોરી કરનારાઓ કેમેરામાં ઝડપાયા.” જે વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ Kaler Kantho ન્યુઝ પેપર દ્વારા તેમની વેબસાઈટ પર પણ આ અંગે માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે આ લિંક પર ક્લિક કરી અને વાંચી શકો છો.

તેમજ આ અંગે વધુ સર્ચ કરતા અમને Ptothomalo વેબસાઈટ દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “30 જુલાઈના રોજ પોલીસે ચિટગાંવ શહેરમાં એક બેંકમાં ગ્રાહક પાસેથી દોઢ લાખ રૂપિયાની ચોરી કર્યા બાદ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તેઓએ પૂછપરછ દરમિયાન ચોરીની આ વ્યૂહરચના અંગે પોલીસને જાણ કરી હતી. તેમની સોમવારે લક્ષ્મીપુરના રાયપુરથી ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય છે અબુલ કલામ, રિપન ગાઝી અને હારુનુર રશીદ.

Ptothomalo | Archive

પોલીસ દ્વારા આપવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ગ્રાહકે સોનાલી બેંકની લાલદીઘી શાખામાં તેની ફિક્સ ડિપોઝીટ (FDR) સમાપ્ત થઈ ગઈ હોવાથી બેંકમાંથી બે લાખથી વધુ રૂપિયા લીધા હતા. પછી તેણે બેંકના કાઉન્ટર સામે ઉભા રહીને પૈસા ગણ્યા. તે સમયે, એક વ્યક્તિએ તેની બાજુમાં જમીન પર કેટલાક પૈસા ફેંકી દીધા. પછી ગ્રાહકને કહ્યું કે તેના પૈસા નીચે પડી ગયા છે. તે સાંભળીને જ્યારે તે પૈસા ઉપાડવા નીચે ઝૂકી ગયો ત્યારે ટોળકીનો અન્ય એક સદસ્ય કાઉન્ટર પર દોઢ લાખ રૂપિયા લઈને ચાલ્યો ગયો. ગ્રાહકે પૈસા ઉપાડ્યા તો ખબર પડી કે તેની પાસે કાઉન્ટર પર 1.5 લાખ નથી. તે ઝડપથી દોડ્યો પરંતુ ચોર ટોળકીના સભ્યો સુધી પહોંચી શક્યો નહીં. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આ ત્રણેય આરોપીની તસ્વીર તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઘટનાનો વીડિયો ગુજરાતના ઉમરેઠનો નહીં પરંતુ બાંગ્લાદેશના ચિટગાંવ શહેરની સોનાલી બેંકનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બાંગ્લાદેશની બેંકમાં થયેલી લૂંટના વીડિયોને ગુજરાતની ઉમરેઠની બેંકના નામે વાયરલ કરવામાં આવી રહી.... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False