તાજેતરમાં સોશિયલ મીડિયા પર દુબઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુબઈ ખાતે વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ ન લહેરાવવામાં આવતાં લોકો નાખુશ થયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે દાવો કરવામાં આવી રહ્યો છે એ ખોટો છે કારણ કે, 14 ઓગસ્ટના દિવસે બુર્જ ખલીફા પર પાકિસ્તાનનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. જેની પુષ્ટી બુર્જ ખલીફાના સત્તાવાર સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kavaljeet Rajput નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓગષ્ટ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હાવ આમ થોડું કરાય કાઈ બુર્જ ખલીફા મા ધ્વજ નો લેહરાવિયો યે દુઃખ ખતમ ક્યું નહી હોતા ભે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુબઈ ખાતે વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ ન લહેરાવવામાં આવતાં લોકો નાખુશ થયા તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર ડેલી પાકિસ્તાન દ્વારા 15 ઓગસ્ટ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આ હતી કે, બુર્જ ખલીફા પર પાકિસ્તાની ધ્વજ ન દેખાતાં પાકિસ્તાની લોકો નારાજ થયા હતા પરંતુ આ ઘટનાના થોડા સમય પછી તરત જ બુર્જ ખલીફા પર પાકિસ્તાનનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.

બુર્જ ખલીફાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આજ ઘટનાનો એક વીડિયો મૂકવામાં આવ્યો છે જેમાં ઈમારત પર પાકિસ્તાની ધ્વજ દેખાય છે. શેર કરેલા વિડીયો પર કેપ્શનમાં લખ્યું છે કે, "બુર્જ ખલીફાને ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે રોશનીથી ઝગમગ કરવામાં આવ્યું છે. અમે પાકિસ્તાનના લોકોને ગર્વ, એકતા અને સમૃદ્ધિથી ભરેલો દિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ. ભવિષ્ય તમામ પાકિસ્તાનીઓ માટે વધુ સફળતા અને ખુશીઓ લઈને આવે. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ!".

આ પોસ્ટ બાદ જ્યારે લતીફ નામના યુઝરે કમેન્ટમાં પૂછ્યું કે આ વીડિયો ક્યારનો છે? તો બુર્જ ખલીફાના ઓફિશિયલ એકાઉન્ટમાંથી જણાવવામાં આવ્યું કે, ગઈકાલે (14 ઓગસ્ટ) સાંજે 7:50 વાગ્યે પાકિસ્તાની ધ્વજ બતાવવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે દાવો કરવામાં આવી રહ્યો છે એ ખોટો છે કારણ કે, 14 ઓગસ્ટના દિવસે બુર્જ ખલીફા પર પાકિસ્તાનનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. જેની પુષ્ટી બુર્જ ખલીફાના સત્તાવાર સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો બુર્જ ખલીફા પર પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં ન હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: Missing Context