જાણો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાંસોશિયલ મીડિયા પર બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બનાસકાંઠાના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રોડ-શોમાં ઉમટેલી ભારે ભીડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બનાસકાંઠાના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોનો નહીં પરંતુ ઉત્તરપ્રદેશના સહારનપુર ખાતે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીના રોડ-શોમાં ઉમટેલી ભીડનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 6 જૂન, 2024ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બનાસકાંઠાના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો કોંગ્રેસના સત્તાવાર ફેસબુક પેજ પર 17 એપ્રિલ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના ઉત્તરપ્રદેશના સહારનપુર ખાતેના રોડ-શોની એક ઝલકનો છે.

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે,આ વીડિયો ગુજરાતનો નહીં પરંતુ ઉત્તરપ્રદેશના સહારનપુરનો છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેનો વીડિયો સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ લાલજી વર્મા દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર પર 17 એપ્રિલના રોજ પોસ્ટ કરવામાં હતો.

અન્ય કેટલાક સત્તાવાર ટ્વિટર યુઝર દ્વારા પણ આજ માહિતી અને વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. Twitter Post 1 | Twitter Post 1

ઉપરોક્ત આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર NTV Telugu દ્વારા પણ 17 એપ્રિલ, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રોડ-શોમાં ઉમટેલી ભારે ભીડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બનાસકાંઠાના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોનો નહીં પરંતુ ઉત્તરપ્રદેશના સહારનપુર ખાતે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીના રોડ-શોમાં ઉમટેલી ભીડનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: False

Leave a Reply