વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વિષે વાત નથી કરી રહ્યા. પરંતુ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિશે વાત કરી રહ્યા હતા.

શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 9 સેકેન્ડનો એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યુ કે હું પઠાણનો દિકરો છું.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vijay Savani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યુ કે હું પઠાણનો દિકરો છું.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ સંબંધિત કિવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને વન ઈન્ડિયા ન્યૂઝની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પીએમ નરેન્દ્ર મોદીનો સંપૂર્ણ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે 23 ફેબ્રુઆરી 2019ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડિયો સાંભળ્યા બાદ અમને જાણવા મળ્યું કે પીએમ મોદી પોતાના વિશે નહીં પરંતુ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિશે વાત કરી રહ્યા છે. જ્યારે ઈમરાન ખાન પાકિસ્તાનના પીએમ તરીકે ચૂંટાયા હતા, તે દરમિયાનનો તેઓ લોકોને એક કિસ્સો સંભળાવી રહ્યા હતા.

વિડિયોમાં પીએમ મોદીને એમ કહેતા સાંભળી શકાય છે કે, "જ્યારે ઈમરાન ખાન નવા વડાપ્રધાન બન્યા ત્યારે પ્રોટોકોલ મુજબ મેં તેમને અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો." મેં તેમને કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી લડાઈ થઈ છે. પાકિસ્તાને કશું હાંસલ કર્યું નથી, ભારતે દરેક યુદ્ધ જીત્યું છે અને આ શ્રેણી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. તમે રમતગમતની દુનિયામાંથી આવો છો. ભારત અને પાકિસ્તાનને સાથે મળીને ગરીબી સામે લડવા દો. નિરક્ષરતા સામે લડો, અવિશ્વાસ સામે લડો. મેં આ વાતો કહી હતી અને તેણે કહ્યું હતું કે, મોદીજી, હું પઠાણનો બાળક છું, હું સાચુ બોલું છું અને સાચુ કરૂ છું.

તેમજ વધુ સર્ચ કરતા અમને પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો રેલીનો સંપૂર્ણ વિડિયો પણ મળ્યો. વિડિયોમાં 19 મિનિટ 30 સેકન્ડના વાયરલ વિડિયોનો ભાગ જોઈ શકાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અધૂરો છે. મોદીએ આ નિવેદન વર્ષ 2019માં રાજસ્થાનના ટોંકમાં એક ચૂંટણી સભા દરમિયાન પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન ઈમરાન ખાનને લઈને આપ્યું હતું.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:PM નરેન્દ્ર મોદીના અધૂરા ભાષણના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય.

Fact Check By: Frany Karia

Result: False