હિમા દાસનો વર્ષ 2018નો વિડિયોહાલનો  ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે…

Sports રાષ્ટ્રીય I National

આ વિડિયો વર્ષ 2018નો છે. હાલનો વિડિયો હોવાની વાત તદ્દન ખોટી છે. આ વિડિયોને હાલની ટૂર્નામેન્ટ સાથે કોઈ લેવા-દેવા નથી.

કોમનવેલ્થ ગેમ્સ 2022 ચાલી રહી છે ત્યારે ભારતીય ખેલાડીઓના પ્રદર્શનને લઈ સૌ કોઈમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં હિમા દાસનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ 400 મીટરની દોડમાં વિજેતા થતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હિમાદાસ હાલમાં CWG 2022માં રેસ જીત્યા તેનો વિડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Avinash Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હિમાદાસ હાલમાં CWG 2022માં રેસ જીત્યા તેનો વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા હિમા દાસનો આ રેસ જીત્યાનો વિડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. જે સંપૂર્ણ વિડિયો માંથી વાયરલ વિડિયો એક ભાગ હોવાનું જાણવા મળે છે. આ વિડિયોને તમે નીચે જોઈ શકો છો.

આ વિડિયો 12 જુલાઈ 2018નો છે. જ્યારે અંડર-20 ચેમ્પિયનશિપમાં 400 મીટર રેસની સ્પર્ધામાં હિમા દાસ દ્વારા આ રેસ 51.46 સેકેન્ડમાં પૂર્ણ કરી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યુ હતુ. જે અંગે મિડિયા દ્વારા પણ તેની નોંધ લેવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

CWG 2022માં હિમા દાસની રેસ 6 ઓગસ્ટના રોજ છે. હાલમાં તેમની કોઈ રેસ યોજાઈ નથી. ભારતીય ખેલાડીઓનું શેડ્યુલ તમે આ લિંક પર ક્લિક કરી જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 13 જૂલાઈ 2018નો છે. હાલમાં હિમા દાસનો કોઈ મેચ યોજાયો નથી. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:હિમા દાસનો વર્ષ 2018નો વિડિયો હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે…

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply