શું ખરેખર જે શિક્ષકે બાળકને ઢોર માર માર્યો હતો તેને લોકોએ ઢોર માર માર્યો…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકને ઢોર માર મારી રહેલા એક યુવકનો વીડિયો વાયરલ થયો હતો જે બિહારના પટના ખાતે બનેલી ઘટનાનો હતો. ત્યાર બાદ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોના ટોળા દ્વારા એક યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહારમાં જે શિક્ષક દ્વારા બાળકને ઢોર માર મારવામાં આવ્યો હતો એ શિક્ષકને લોકોએ ઢોર માર માર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યુવકને ઢોર માર મારી રહેલા લોકોનો જે વીડિયો મૂકવામાં આવી રહ્યો છે એ મધ્યપ્રદેશના ધાર ખાતે વર્ષ 2020 માં બનેલી ઘટનાનો છે. જેમાં એક બેકાબૂ ટોળાએ કેટલાક લોકોને બાળક ચોર સમજીને ઢોર માર માર્યો હતો. આ વીડિયોને બાળકને ઢોર માર મારી રહેલા શિક્ષકની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kamalam News નામના ફેસબુક પેજ દ્વારા 09 જુલાઈ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, શિક્ષકને સજા મળી ગઈ* બિહારમાં શિક્ષકે નાના એવા બાળક વિદ્યાર્થીને જીવલેણ માર માર્યો હતો. આજે એનું પરિણામ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહારમાં જે શિક્ષક દ્વારા બાળકને ઢોર માર મારવામાં આવ્યો હતો એ શિક્ષકને લોકોએ ઢોર માર માર્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને Aaj Tak HD દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ફેબ્રુઆરી 2020 માં પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ‘મધ્યપ્રદેશના ધાર ખાતે લોકોના ટોળાએ કેટલાક લોકોને બાળક ચોર સમજીને ઢોર માર માર્યો હતો. જેમાં એક યુવકનું તો ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.’

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. News18 MP Chhattisgarh | IBC24

અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત માહિતી અને વીડિયો સાથેના સમાચાર ndtv.in દ્વારા પણ 5 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યુવકને ઢોર માર મારી રહેલા લોકોનો જે વીડિયો મૂકવામાં આવી રહ્યો છે એ મધ્યપ્રદેશના ધાર ખાતે વર્ષ 2020 માં બનેલી ઘટનાનો છે. જેમાં એક બેકાબૂ ટોળાએ કેટલાક લોકોને બાળક ચોર સમજીને ઢોર માર માર્યો હતો. આ વીડિયોને બાળકને ઢોર માર મારી રહેલા શિક્ષકની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર જે શિક્ષકે બાળકને ઢોર માર માર્યો હતો તેને લોકોએ ઢોર માર માર્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False