વર્ષ 2001ના તાલિબાનના મહિલા અત્યાચારના ફોટોને હાલનો જણાવવામાં આવી રહ્યો.... જાણો શું છે સત્ય....
તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કાબુ મેળવ્યા બાદ અનેક વિડિયો અને ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સ મહિલા પર હુમલો કરતો જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં તાલિબાન દ્વારા મહિલા પર અત્યાર કરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2001નો છે. હાલમાં તાલિબાનના અફઘાનિસ્તાનના કબ્જા બાદની ફોટો હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jignesh Dangar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 August 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં તાલિબાન દ્વારા મહિલા પર અત્યાર કરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Thelocal.no દ્વારા 16 જૂન 2015ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર “તાલિબાન ધાર્મિક પોલીસે કાબુલમાં 26 ઓગસ્ટ, 2001 ના રોજ મહિલાને માર માર્યો હતો.” જે તમે નીચે જોઈ શકો છો.
વિકિપિડિયામાં આ ફોટો અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
તેમજ ઓક્સવર્ડ યુનિવર્સિટીના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ફોલોશીપ પેપરમાં પણ આ ફોટો પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
અન્ય મિડિયા હાઉસ દ્વારા પણ આ ફોટો સાથેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2001નો છે. હાલમાં તાલિબાનના અફઘાનિસ્તાનના કબ્જા બાદની ફોટો હોવાની વાત તદ્દન ખોટી છે.
Title:વર્ષ 2001ના તાલિબાનના મહિલા અત્યાચારના ફોટોને હાલનો જણાવવામાં આવી રહ્યો....
Fact Check By: Yogesh KariaResult: False