શું ખરેખર ભારતમાં 25 ડિસેમ્બરથી રસીકરણ કરવાની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી …? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત સાંધ્ય દૈનિક અકિલા ન્યુઝ પેપર દ્વારા તેમના ફેસબુક પેજ પર દરરોજ સમાચાર પ્રસારિત કરવામાં આવે છે. ત્યારે 5 ડિસેમ્બરના પ્રસારિત સમાચારમાં તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતમાં 25 ડિસેમ્બરથી રસીકરણની શરૂઆત કરવામાં આવશે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ કે, સરકાર દ્વારા રસીકરણ માટેની તૈયારી કરી દેવામાં આવી છે. પરંતુ આ રસીકરણ ક્યારથી કરવામાં આવશે તે અંગેની કોઈ તારીખની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરવામાં નથી આવી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Akilanews.com નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતમાં 25 ડિસેમ્બરથી રસીકરણની શરૂઆત કરવામાં આવશે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી.”

FACEBOOK | FB POST ARCHIVE 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓફિશિયલ ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટની મુલાકાત લીધી હતી. જ્યા અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રકારે કોઈ જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ ન હતુ.

ઉપરોક્ત પરિણામો પરથી 4 ડિસેમ્બર 2020નો નવભારત ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર ભારતમાં વેક્સિન ક્યારે આવશે તે અંગે નરેન્દ્ર મોદી દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “ભારતમાં 8 વેક્સિન ટ્રાયલ અલગ-અલગ સ્ટેજમાં છે અને તેમની મેન્યુફેક્ચરિંગ ભારતમાં થશે, દેશની ત્રણ વેક્સિન અલગ-અલગ સ્ટેજમાં છે. એક્સપર્ટ માને છે કે, રસિકરણ બોવ દૂર નથી. જેવી વૈજ્ઞાનિકો દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે ભારતમાં રસિકરણ અભિયાન શરૂ કરી દેવામાં આવશે.” પરંતુ નરેન્દ્ર મોદી દ્વારા રસિકરણને લઈ કોઈ તારીખ જાહેર કરવામાં આવી ન હતી.  

નવભારત ટાઈમ્સ | Archive

તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ પક્ષ સાથેની આ બેઠકનો વિડિયો નરેન્દ્ર મોદીના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર તમે નીચે જોઈ શકો છો. જેમાં તેઓ વેક્સિનને લઈ સંપૂર્ણ માહિતી આપતા જોવા મળે છે. પરંતુ તેઓ દ્વારા કયારેય પણ કહેવામાં નથી આવ્યુ કે, 25 ડિસેમ્બરથી ભારતમાં રસિકરણ શરૂ કરી દેવામાં આવશે. 

PIB દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠકને લઈ તેમના ભાષણને લઈ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ ક્યાંય 25 ડિસેમ્બરથી રસીકરણ કરવામાં આવશે તેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. આ અહેવાલ તમે નીચે જોઈ શકો છો.

PDF Link | Archive  

ત્યારબાદ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે આઈસીએમઆરનો સંપર્ક સાધ્યો હતો. આઈસીએમઆરના મિડિયા કોર્ડિનેટર ડો. રજનીકાંત શ્રીવાસ્ત દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “હજુ રસીકરણની તૈયારી ચાલી રહી છે. આ અંગેની હજુ કોઈ તારીખ નક્કી નથી કરવામાં આવી. આ એક ફેક ન્યુઝ છે. હજુ આ માટે ઘણી મિટિંગો ચાલી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા રસીકરણ માટેની તૈયારી કરી દેવામાં આવી છે. પરંતુ આ રસીકરણ ક્યારથી કરવામાં આવશે તે અંગેની કોઈ તારીખની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરવામાં નથી આવી.

Avatar

Title:શું ખરેખર ભારતમાં 25 ડિસેમ્બરથી રસીકરણ કરવાની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી …?

Fact Check By: Yogesh Karia 

Result: False