
Raj Bagdai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ વિડીઓ શ્રીલંકા નો છે ખરા સમુન્દ્ર વચે મીઠા પાણી નો કુવો. કહેવાય છે કે રામ,લ્ક્ષ્મણ,સીતા જયારે લંકા થી પાછા ફરતા હતા ત્યારે સીતાજી ને તરશ લાગી ત્યારે રામજી એ સમુન્દ્ર માં જ તીર મારી મીઠું પાણી કાઢ્યું હતું” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 125 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 10 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 28 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દરિયાની વચ્ચે આવેલા કુવા માંથી મિઠુ પાણી નીકળે છે તે કુવો શ્રીલંકામાં આવેલો છે અને આ વિડિયો શ્રીલંકાનો છે.”
FACEBOOK | ARCHIVE | VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે ગૂગલ પર લખતા “sweet water in sea sri lanka” અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટમાં જે કુવાની વાત કરવામાં આવી છે અને જે વિડિયો મુકવામાં આવ્યો છે તે શ્રીલંકાનો નહિં પરંતુ તામિલનાડુના રામેશ્વરનો છે. રામેશ્વરમાં દરિયાની વચ્ચે આ પ્રકારે કુવો આવેલો છે. જ્યા આજે પણ મીઠુ પાણી નીકળી રહ્યુ છે. ઉમાકાંત મિશ્રા નામના યુટ્યુબ યુઝર દ્વારા તારીખ 11 ઓગસ્ટ 2017ના આ સ્થળનો સંપૂર્ણ વિડિયો મુક્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને રામેશ્વરમ ટ્યુરિઝમની વેબસાઈડટ પરથી જાણવા મળ્યુ હતુ કે, “આ સ્થળનું નામ “VILLONDI TEERTHAM” છે. રામાયણ અનુસાર આ સ્થળ પર ભગવાન રામે પોતાનું ધનુષ્ય પધરાવ્યુ હતુ. તેમજ ધનુષ્ય પધરાવતા પહેલા સીતાજીની પાણીની તરસ લાગી હતી. તે માટે ભગવાન રામે દરિયામાં તીર માર્યુ હતુ અને મીઠુ પાણી બહાર આવ્યુ હતુ. આજે પણ આ સ્થળે ચારે તરફ દરિયો હોવા છતા કુવા માંથી મિઠુ પાણી નિકળે છે. હજારો શ્રધ્ધાળુઓ આ સ્થાનની મુલાકાત લઈ છે. આ સ્થળ રામેશ્વર મંદિરથી 7 કિમિની દૂરી પર આવેલુ છે.” આ અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

RAMESHWARAM TOURISAM | ARCHIVE
SWAMI VIVEKANAND – THE INSPIREATIONAL LEADER નામના ઓફિશિયલ યુટ્યુબ યુઝર દ્વારા તારીખ 7 એપ્રિલ 2013ના આ સ્થળનો એક વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે. પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે સ્થળનું નામ VILLONDI TEERTHAM છે. જે શ્રીલંકામાં નહીં પરંતુ ભારત દેશના તામિલનાડુ રાજ્યમાં રામેશ્વરમમાં આવેલું છે. રામેશ્વર મંદિરથી માત્ર 7 કિમિની દૂરી પર આ સ્થળ આવેલું છે.
પરિણામ
આમ. અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે સ્થળનું નામ VILLONDI TEERTHAM છે. જે શ્રીલંકામાં નહીં પરંતુ ભારત દેશના તામિલનાડુ રાજ્યમાં રામેશ્વરમમાં આવેલું છે. રામેશ્વર મંદિરથી માત્ર 7 કિમિની દૂરી પર આ સ્થળ આવેલું છે.

Title:શું ખરેખર સમુદ્રની અંદરથી મીઠા પાણીનો કુવો શ્રીલંકામાં આવેલો છે..? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
