
તાજેતરમાં સોશિયલ મીડિયા પર લગ્ન સમયે દહેજ માંગી રહેલા વરરાજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરરાજાએ લગ્ન સમયે એવું કહ્યું કે, પહેલાં મને બાઈક આપો પછી જ હું સિંદૂર લગાવીશ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ લોકજાગૃતિ માટે કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રીપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
A Z A D ツ નામના ફેસબુક પેજ દ્વારા 04 જૂન, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વરરાજાએ લગ્ન કરવાની ના પાડી,કહ્યું પહેલા બાઇક પછી સિંદૂર લગાવશે. …. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરરાજાએ લગ્ન સમયે એવું કહ્યું કે, પહેલાં મને બાઈક આપો પછી જ હું સિંદૂર લગાવીશ.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને Mr.Morya Desikalakaar નામના ફેસબુક યુઝર દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 4 જૂન, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં શીર્ષકમાં જ નીચે અંગ્રેજીમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો સત્ય ઘટના પર આધારિત છે. જે દહેજ પ્રથા પર આધારિત છે. આ વીડીયો લોક જાગૃતિ માટે બનાવેલ છે.

અમારી વધુ તપાસમાં અમે Mr.Morya Desikalakaar નામના ફેસબુક પેજની માહિતી સર્ચ કરતાં અમને એ જાણવા માલ્યું હતું કે, આ એક વીડિયો ક્રિએટર છે. જે લોકજાગૃતિ માટેના વીડિયો બનાવીને તેના પેજ પર અપલોડ કરે છે.
વધુમાં અમને આજ વીડિયો Mr.Morya Desikalakaar દ્વારા તેના યુટ્યુબ પર પણ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ પેજ પર પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, આ પેજ પર મૂકવામાં આવેલા વીડિયો લોકજાગૃતિ માટે બનાવવામાં આવ્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ લોકજાગૃતિ માટે કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રીપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:દહેજ માંગી રહેલા વરરાજાનો સ્ક્રીપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
