થોડા દિવસ પહેલા ઈડી દ્વારા દિલ્હીના સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈનને ત્યા સર્ચ કાર્યવાહી કરી હતી. દરમિયાન સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મોદી સરકારને જે આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતા સત્યેન્દ્ર જૈન ને બદનામ કરવા જે ED પાંચ દિવસની જાંચ કરવાઈ એમાં સત્યેન્દ્ર જૈન સાહબના ઘરમાંથી માત્ર રુપિયા ૨ લાખ મળ્યા જેનો પણ હિસાબ આપ્યો તો ED એને જપ્ત પણ ના કરી શકી પાછા આપવા પડ્યા. નમાલી ખાજપ ની નમાલી કાર્યવાહી.."નોંધ:- બને તો શેર કરજો આમ આદમી પાર્ટી ના એક એક સૈનિક એટલે જે લોકો આમ આદમી પાર્ટી ની છબી ખરાબ કરવા નો પ્રયત્ન કરી રહ્યા છે એમને તમાચો પડે અને જનતા સત્ય શુ છે એ જાણે.” આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈડીને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન પાસેથી માત્ર 2 લાખ રૂપિયા જ મળ્યા જેનો પણ તેમણે હિસાબ આપી દિધો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ઈડી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ તેમણે કુલ 2.82 કરોડની રોકડ રકમ અને 1.80 કિલોના 133 સોનાના સિક્કા જૈન અને તેના સબંધીઓને ત્યાંથી જપ્ત કર્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ashok Roy નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 08 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઈડીને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન પાસેથી માત્ર 2 લાખ રૂપિયા જ મળ્યા જેનો પણ તેમણે હિસાબ આપી દિધો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને એએનઆઈ દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “EDનો દાવો છે કે મની લોન્ડરિંગ કેસની તપાસ દરમિયાન દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન અને તેમના સહયોગીઓ પર દરોડા પાડીને 2.85 કરોડ રૂપિયાની રોકડ અને 133 સોનાના સિક્કા જપ્ત કરવામાં આવ્યા છે. EDએ જણાવ્યું હતું કે સોમવારે જેમની સામે દરોડા પાડવામાં આવ્યા હતા તેમણે પ્રત્યક્ષ કે આડકતરી રીતે મંત્રીને મની લોન્ડરિંગમાં મદદ કરી હતી.

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને ઈડી દ્વારા તેમની ઓફિશિયલ વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલી પ્રેસ રિલિઝ પ્રાપ્ત થઈ હતી. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “PMLA 2002 મુજબ સત્યેન્દ્ર કુમાર જૈન/પૂનમ જૈનના પરિસરમાં, અને તેના સાથીદારો અને અન્ય જે વ્યક્તિઓએ તેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી હતી અથવા પૈસાની પ્રક્રિયામાં ભાગ લીધો હતો તેમને ત્યા સર્ચ દરમિયાન વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. રોકડ 2.85 કરોડની રકમ અને કુલ 1.80 કિગ્રા વજનના 133 સોનાના સિક્કા અજાણ્યા સ્ત્રોતમાંથી ઉપરોક્ત પરિસરમાં ગુપ્ત હોવાનું જણાયું હતું અને પીએમએલએ હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું.

Press_Release_SKJ_after_search_07.2022_0

તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીની કોર્ટે પાસેથી કસ્ટડીની તારીખ લંબાવ્યા પછી કથિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પ્રધાન સત્યેન્દ્ર જૈનની 13 જૂન સુધી વધુ કસ્ટડી મેળવી છે. જૈનની ઈડી દ્વારા 30 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઈડી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ તેમણે કુલ 2.85 કરોડની રોકડ રકમ અને 1.80 કિલોના 133 સોનાના સિક્કા જૈન અને તેના સબંધીઓને ત્યાંથી જપ્ત કર્યા છે.

Avatar

Title:શું ખરેખર EDને સત્યેન્દ્ર જૈન ને ત્યાંથી માત્ર 2 લાખ રૂપિયા જ મળ્યા...? જાણો શું છે સત્ય....

Fact Check By: Yogesh Karia

Result: False