આ ફોટો ખેડૂતોના એક નિહંગ સમર્થક દ્વારા તેમની વર્ષ 2021ની 'કિસાન ગણતંત્ર પરેડ' દરમિયાન ગાઝીપુર બોર્ડર પર પોલીસ સાથે ઘર્ષણ દરમિયાનનો છે.

રાજધાની દિલ્હી આસપાસની બોર્ડર પર ચાલી રહેલા આંદોલન દરમિયાન ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક પોસ્ટ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહી છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ તલવાર લઈ અને પોલીસ અધિકારી સામે ઉભેલો જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ચાલી રહેલા આંદોલન દરમિયાન ખેડૂત દ્વારા તેમના માંગને લઈ પોલીસ અધિકારી પર તલવાર ઉગામી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 18 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં ચાલી રહેલા આંદોલન દરમિયાન ખેડૂત દ્વારા તેમના માંગને લઈ પોલીસ અધિકારી પર તલવાર ઉગામી રહ્યો છે.”

Instagram | IN post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા 26 જાન્યુઆરી 2021ના પ્રકાશિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેની સાથે આ ફોટોને શેર કરવામાં આવી રહ્યો છે અને માહિતી આપવામાં આવી હતી કે, “આ ફોટો ખેડૂતોના એક નિહંગ સમર્થક દ્વારા તેમની વર્ષ 2021ની 'કિસાન ગણતંત્ર પરેડ' દરમિયાન ગાઝીપુર બોર્ડર પર પોલીસ સાથે ઘર્ષણ દરમિયાનનો છે.

Indian Express | Archive

તેમજ જનસત્તા, બીબીસી, ડેક્કન હેરાર્લ્ડસ, સહિતના મીડિયા હાઉસ દ્વારા તેમની વેબસાઈટ પર આ ફોટો સાથેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2021માં દિલ્હીમાં થયેલી કિસાન પરેડ દરમિયાનનો ફોટો છે. હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલન સાથે તેને કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:વર્ષ 2021ના આંદોલનના ફોટોને હાલના આંદોલન સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False