શું ખરેખર ભાજપના નેતાએ એવું કહ્યું કે, “બટન ગમે તે દબાવો વોટ તો ભાજપને જ જશે”…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

‎‎Raj Gondaliya Gandhi નામના ફેસબુક યુઝર  દ્વારા 20 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હવે આ લોકો જાહેર મા બોલે છે તો ચૂંટણી કમિશનની આંખો ક્યારે ખુલશે ??? જાહેરમંચ પર થી ઊમેદવાર પોતે કહે છે કે બટન કોઈ પણ દબાવશો મત ભાજપ મા જ જશે, મોદી અને ખટ્ટર ની નજર તેજ છે આ ભાષણ મિડીયા મા આવવા છતા પણ જો ચુટણી પંચ કાઈ પગલા ન લેતુ હોય તો હવે સમજી લેવુ જોઈએ કે લોકશાહી મરી પરવારી છે અને ચુટણીપંચ ભાજપની કઠપૂતળી બની ગયુ છે , પણ અફસોસ કે ચુટણીપંચ ની સાથે સાથે પબ્લિક પણ સુઈ ગઈ છે …હવે ગૂલામી દુર નથી
સૂતા જ રહેજો દૈશવાસીઓ
. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના ઉમેદવાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે બટન કોઈ પણ દબાવો મત તો ભાજપને જ જશે. આ પોસ્ટને 63 લોકોએ લાઈક કરી હતી. 8 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેંમજ 209 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.11.05-21_54_53.png

Facebook Post | Archive | Video  Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર હરિયાણાના ભાજપના ઉમેદવાર બખ્શીશસિંઘ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનુ વિવાદિત નિવેદન આપ્યું છે કે કેમ? એ જાણવા સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી વીડિયોને ધ્યાનથી જોતાં ભાજપના ઉમેદવાર બખ્શીશસિંઘ એક સાર્વજનિક બેઠકમાં પંજાબી ભાષામાં લોકોને સંબોધન કરતા નજરે પડી રહ્યા છે. તેઓ પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે, “અમને એ ખબર પડી જશે કે કોણે કઈ જગ્યાએ મતદાન કર્યું છે. આ મામલે કોઈ ગલતફેમી ના હોવી જોઈએ. અમે જાણી જોઈને તમને બતાવતા નથી. જો કોઈ પૂછે તો અમે જણાવી શકીએ છીએ કે કોણે ક્યાં મત આપ્યો છે. કેમ કે મોદી ખૂબ જ તેજ છે, મનોહર લાલ ખૂબ જ તેજ છે.” 

આ વીડિયોમાં વધુમાં અમને આ વીડિયોમાં 1.04 મિનિટ પછી અચાનક એક કટ એટલે કે એડિટીંગ જોવા મળે છે. તેના પછી બખ્શીશસિંઘ કહે છે કે, “તમે જેને મત કરવો હોય એને કરો છો પરંતુ તમારો મત તો કમળના ફૂલ એટલે કે ભાજપને જ જશે. તમે કોઈ પણ બટન દબાવશો, એ મત ભાજપને જ જશે. મશીનોમાં એક ઉપકરણ લગાવવામાં આવ્યું છે.” 

આ મુદ્દાને ધ્યાને લઈને ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા બખ્શીશસિંઘને એક નોટિસ પણ મોકલવામાં આવી હતી. જે અંગેના સમાચાર તમે નીચે જોઈ શકો છો.

image1.png

Archive

ત્યાર બાદ અમને ઈન્ડિયા ટુડે દ્વારા આ વીડિયોની સત્યતા ચકાસવામાં આવી હતી. જેમાં તેમણે બખ્શીશસિંઘનો સંપૂર્ણ વીડિયો મૂક્યો હતો. બખ્શીશસિંઘ દ્વારા આ ભાષણ 18 ઓક્ટોમ્બર, 2019 ના રોજ આપવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં પ્રથમ કટ આવે એ પહેલાં બખ્શીશસિંઘ મતદારોને પંજાબી ભાષામાં જે કહે છે અનો ગુજરાતી અનુવાદ આ મુજબ છે કે, “જો એ 5 સેકન્ડમાં તમે મત આપવામાં ભૂલ કરી તો એ 5 વર્ષ સુધી ભોગવવી પડશે. અમને ખબર પડે છે કે કોણે કઈ જગ્યાએ મત આપ્યો છે. એટલા માટે તમને એ બાબતમાં કોઈ ગલતફેમી હોવી ના જોઈએ. અમે જાણી જોઈને તમને બતાવતા નથી. જો કોઈ પૂછે તો અમે જણાવી શકીએ છીએ કે કોણે ક્યાં મત આપ્યો છે. કેમ કે મોદીજીની આંખો ખૂબ જ તેજ છે, મનોહર લાલની આંખો ખૂબ જ તેજ છે.”

હવે મૂળ વીડિયોમાં જોઈએ તો બખ્શીશસિંઘે 2.14 મિનિટ બાદ ઈવીએમમાં છેડછાડને લઈને ટિપ્પણી શરૂ કરી હતી. જેનો ગુજરાતી અનુવાદ એવો થાય છે કે, “હવે તમે જાણો છો કે તે (વિપક્ષ) શું કહે છે. જ્યાં પણ તમે તમારો મત નાખો છો, એ મત આપોઆપ કમળના ફૂલ (ભાજપ) ને જ જશે. તમે જે પણ બટન દબાવશો, મત તો ભાજપને જ જશે. કેમ કે અમે વોટિંગ મશીનમાં એવા ઉપકરણો ફીટ કર્યા છે.” 

પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં બખ્શીશસિંઘ દ્વારા પ્રથમ જે વાક્ય વિપક્ષને સંબોધિને બોલવામાં આવ્યું હતું તેને કટ કરી દેવામાં આવ્યું છે. તેમનું એવું કહેવું છે કે, વિપક્ષને એવું લાગે છે કે, ભાજપ દ્વારા વોટિંગ મશીનોમાં એવા ઉપકરણ ફીટ કરવામાં આવ્યા છે કે, તમામ મત ભાજપ પાર્ટીને જ મળે.

ત્યાર બાદ અમને વધુમાં બીબીસી પંજાબી દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં બખ્શીશસિંઘ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, વિપક્ષ દ્વારા રાજકીય લાભ માટે તેમના ભાષણને ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ હરિયાણાના ભાજપના ઉમેદવાર બખ્શીશસિંઘે ચૂંટણી સમયે વિપક્ષ દ્વારા ભાજપ પર કરવામાં આવતા આરોપ અંગે વાત કરી હતી. વીડિયોમાં એડિટીંગ કરીને ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ હરિયાણાના ભાજપના ઉમેદવાર બખ્શીશસિંઘે ચૂંટણી સમયે વિપક્ષ દ્વારા ભાજપ પર કરવામાં આવતા આરોપ અંગે વાત કરી હતી. વીડિયોમાં એડિટીંગ કરીને ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર ભાજપના નેતાએ એવું કહ્યું કે, “બટન ગમે તે દબાવો વોટ તો ભાજપને જ જશે”…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False