વર્ષ 2019ના મહારાષ્ટ્રના પુનાના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Parth Modhwadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ભાઈ પકડાય ના ત્યા સુધી આ વિડીયો ને આગળ મોકલો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3600 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1200 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 16000થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોમાં બળદની હત્યાના આરોપી હજુ સુધી પકડાયા નથી.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને MARATHI LATESTLY.COM નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “જેસીબી ડોલ હેઠળ બળદની હત્યા કરવા બદલ બે સામે કેસ નોંધવામાં આવ્યો છે, આરોપી ઈન્દાપુર તાલુકાના પોંદવાડી ગામના છે. ગોટયા ઉર્ફે રોહિત શિવાજી આટોલે (રહે. પોંદવાડી, તા. ઈન્દાપુર, જિ. પૂના) અને ભાઈસાહેબ અન્ના ખારતોદે (રહે. પોંદવાડી, ઇન્દાપુર, જિ.) પોલીસ ઉપર ભારતીય દંડ સંહિતાની કલમ 429, 505 (1) (બી), પ્રાણીઓની ત્રાસ નિવારણ અધિનિયમ, 1960 ની સુધારણા 1982 ની કલમ 11 (1) (ડી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ આ વિડિયો 27 ઓક્ટોબર 2019નો છે.

MARATHI LATESTLY | ARCHIVE

તેમજ આ વિડિયો વાયરલ થયા બાદ સમગ્ર મહારાષ્ટ્ર રાજ્ય માંથી વિરોધના વંટોળ થયા હતા. જેને સ્થાનિક ન્યુઝ ચેનલ ન્યુઝ 18 લોકમત દ્વારા પ્રસારિત કરવામાં આવ્યુ હતો, જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

મુંબઈ તક ચેનલને સ્થાનિક પોલીસ દ્વારા ઈન્ટરવ્યુ આપવામાં આવ્યુ હતુ. જે તેઓ જણાવ્યુ હતુ કે, આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલુ જેસીબી તેમણે જપ્ત ક્યુ હતુ. જ્યારે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

ARCHIVE

ABP MARATHI (ARCHIVE)દ્વારા પ્રસારિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મહારાષ્ટ્રનો છે. જેમાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી અને બંન્ને આરોપીની ધરપકડ કરી હતી.

Avatar

Title:વર્ષ 2019ના મહારાષ્ટ્રના પુનાના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False