શું ખરેખર બાળકને ત્રાસ આપતી આ મહિલાનો વિડિયો દાદરનો છે....? જાણો શું છે સત્ય....
Gohil Prakash નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્લીઝ ભાઈઓ વીડિયો ને ફેલોવો અને આ બચા ને ન્યાય આપવો, દાદર નો છે વીડિયો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 18 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 130 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈના દાદર વિસ્તારનો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO 1 | FB VIDEO 2
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને સુવર્ણ ન્યુઝ દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “બેંગ્લુરૂમાં બે વર્ષના બાળકને તેની માતા અને નાની દ્વારા ત્રાસ આપવામાં આવ્યાને માર મારવામાં આવ્યો.”
એશિયાનેટન્યુઝ દ્વારા આ અંગેનો સંપૂર્ણ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, પોલીસ દ્વારા આ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સામે પોસ્કો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ ઈન્ડિયા ટુડે તેમજ ડેકનહેરાલ્ડ (ARCHIVE) દ્વારા આ અંગનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ છોકરાની હાલમાં બેંગલુરુની ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇલ્ડ હેલ્થમાં સારવાર ચાલી રહી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દાદરાનો નહિં પરંતુ બેંગ્લુરુનો છે. અને બાળકને ત્રાસ આપી રહેલી આ મહિલા તેની નાની છે. જેની સામે પોલીસે ગુનો દાખલ કરી અને ધરપકડ કરી છે.
Title:શું ખરેખર બાળકને ત્રાસ આપતી આ મહિલાનો વિડિયો દાદરનો છે....? જાણો શું છે સત્ય....
Fact Check By: Yogesh KariaResult: False