શું ખરેખર ન્યુઝિલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા એર્ડનનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ગિરિશભાઈ બલદાણિયા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત અને ન્યુઝીલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા એર્ડર્ન દ્વારા જન્મોત્સવ શુભેચ્છાઓ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયોમાં દેખાતા મહિલા ન્યુઝિલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, વિડિયોમાં દેખાતી મહિલા તુલસી ગબાર્ડ છે. અમેરિકન ડેમોક્રેટિક પાર્ટીની નેતા તુલસી ગબાર્ડ દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પર આ વિડિયો તારીખ 11 ઓગસ્ટના અપલોડ કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE 

તેમણે તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પણ આ વિડિયો અપલોડ કર્યો હતો અને જણાવવું હતુ કે, “વિશ્વભરના તમામ ઉજવણી કરનારાઓને, જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવું છું! આપણે હંમેશા શ્રી કૃષ્ણની યાદ, તેમના બિનશરતી પ્રેમ અને આ વિશ્વમાં તેમના ગુણાતીત દેખાવથી ધન્ય રહીએ. જય શ્રી કૃષ્ણ!” 

ARCHIVE

તુલસી ગબાર્ડ 2013થી હવઈના નિર્વાચન ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી છે. તે ભારતીય નથી. તેના માતા-પિતા પણ હિંદુ નથી, પરંતુ તે હિન્દુ ધર્મનું પાલન કરે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ન્યુઝિલેન્ડના પ્રાઈમ મિનિસ્ટરનો નહિં પરંતુ અમેરિકન રાજનેતા તુલસી ગબાર્ડનો છે.

Avatar

Title:શું ખરેખર ન્યુઝિલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા એર્ડનનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False