શું ખરેખર અંબાજી મંદિરમાં મહિલા દ્વારા રૂં.1.25 કરોડનું દાન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

GJ news નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વાઈરલ : ગુજરાતમાં મંદી નથી તેનું આ જાગતું ઉદાહરણ, અંબાજી માતાના મંદિરમાં એક બેને દાન પેટીમાં સવા કરોડ રૂપિયા દાન કર્યાની ચર્ચા” શીર્ષક હેઠળ શેર કરવમાં આવેલી આ પોસ્ટ પર 182 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 58 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એક મહિલા દ્વારા અંબાજી મંદિરમાં રૂપિયા 1.25 કરોડ દાન પેટીમાં ધરવામાં આવ્યા.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના અંબાજી મંદિરનો નહીં પરંતુ રાજસ્થાનના ચિતોડગઢના સાંવલિયા સેઠ મંદિરનો છે. જ્યાં એક મહિલા દ્વારા આ પ્રકારે દાન કરવામાં આવ્યુ હતું. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. તે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

NEWS 18 | ARCHIVE

DAINIK BHASKAR | ARCHIVE

ARCHIVE

આમ, ઉપરોક્ત પોસ્ટ પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના અંબાજી મંદિરનો નહીં પરંતુ રાજસ્થાનના ચિતોડગઢના સાંવલિયા સેઠ મંદિરનો છે.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના અંબાજી મંદિરનો નહીં પરંતુ રાજસ્થાનના ચિતોડગઢના સાંવલિયા સેઠ મંદિરનો છે. 

Avatar

Title:શું ખરેખર અંબાજી મંદિરમાં મહિલા દ્વારા રૂં.1.25 કરોડનું દાન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False