શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કચ્છમાં ભારે વરસાદમાં તણાઈ રહેલા પશુઓનો છે..? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Madev Patel નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કચ્છ સમાઘોઘા માં અતિશય વરસાદ ના લીધે ગાયો પાણી માં તણાઈ ગઈ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુજરાતના કચ્છના સમઘોઘા ખાતે ભારે વરસાદમાં તણાઈ રહેલા પશુઓનો છે. આ પોસ્ટને 27 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 28 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.08.19-21_11_23.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુજરાતના કચ્છના સમઘોઘા ખાતે ભારે વરસાદમાં તણાઈ રહેલા પશુઓનો છે કે કેમ?  એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને 4 ઓગષ્ટ, 2020 ના રોજ J.B.White નામના ટ્વિટર યુઝર દ્વારા યુવતીના રસીકરણનો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વીડિયો મેક્સિકોમાં આવેલા હૈના નામના તોફાનનો છે. અમારી વધુ તપાસમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, મેક્સિકોમાં આ તોફાન જુલાઈ 2020 માં આવ્યું હતું.

Archive

વધુમાં અમને એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જે અનુસાર વાયરલ વીડિયો મેક્સિકોમાં આવેલા હૈના તોફાન પછીનો છે. ભારે વરસાદને કારણે જૈકુએલપન શહેરમાં આવેલી નદીમાં પૂર આવવાને કારણે નદી કિનારે આવેલા મકાન તેમજ પશુઓ નદીના ભારે પ્રવાહમાં તણાઈ ગયા હતા. સમાચારમાં વધુ એ પણ માહિતી આપવામાં આવી છે કે, લાસ વારસ નૈયરિટ નામના એક ફેસબુક પેજ દ્વારા આ વીડિયોને 27 જુલાઈ, 2020 ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેની સાથે સ્પેનિશ ભાષામાં એવું લખાણ હતું કે, નૈયરિટ રાજ્યના જૈકુએલપન નગરપાલિકા વિસ્તારમાં નદીમાં ઓવરફ્લો બાદ તાણાઈ રહેલા પશુઓ. 

https://www.facebook.com/1040755352611545/videos/577382846479968/?__cft__[0]=AZXdukh5_UzwGR8v7eXRsjuWV1hFEEMZTulG41oYAAOdSew8a0BDoLkOZw7bGev4HY96oqrXttH_DUtCc–8kRJJhNZrhjV5NFgSeivKq-VB-06amUolZLNocjQaXNC53o-D8fL9MoF2Uo5goXPW3BeH5Hz0jZSxHN3LZLbGoQVs8w

Archive

અમારી વધુ તપાસમાં અમને weather events નામની યુટ્યુબ ચેનલ દ્વારા પણ ઉપરોક્ત માહિતી સાથેનો વીડિયો 28 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 

Archive

વધુમાં અમને અન્ય વેબસાઈટ પર પણ આજ માહિતી સાથેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. comosucedio.com | imagentv.com | jornada.com.mx

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કચ્છના સમઘોઘાનો નહીં પરંતુ મેક્સિકો દેશના નૈયરિટ રાજ્યના જૈકુએલપન શહેરમાં ભારે વરસાદને કારણે નદીના પાણીમાં તણાઈ રહેલા પશુઓનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કચ્છના સમઘોઘાનો નહીં પરંતુ મેક્સિકો દેશના નૈયરિટ રાજ્યના જૈકુએલપન શહેરમાં ભારે વરસાદને કારણે નદીના પાણીમાં તણાઈ રહેલા પશુઓનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કચ્છમાં ભારે વરસાદમાં તણાઈ રહેલા પશુઓનો છે..? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False