પોરબંદરના સાંસદ રમેશ ધડૂક દ્વારા તેમના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવી હતી અને સાથે માહિતી આપી હતી કે, “નેશનલ હાઈવે -૨૭, ગોમટા ચોકડી પર અંધારૂ રહેતું હોવાથી નેશનલ હાઈવે ઓથોરીટીમાં હાઈ માસ્ટ ટાવર ઉભો કરી લાઈટીંગ ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી, તે રજૂઆતને ધ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા હાઈ માસ્ટ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ થતા નેશનલ હાઈવે ઓથોરીટીનો ખૂબ ખૂબ આભાર...” આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો નેશનલ હાઇવે-27 પર આવેલી ગોમટા ચોકડી પાસેનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો નેશનલ હાઇવે-27નો નથી. આ ફોટો ઘણા વર્ષોથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. નેશનલ હાઇવ-27 પર હાઈ માસ્ટ લાઈટનું કામ શરૂ કરવામાં આવ્યુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rameshbhai Dhaduk નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો નેશનલ હાઇવે-27 પર આવેલી ગોમટા ચોકડી પાસેનો છે.”

Facebook | Fb post Archive

તેમજ સાંસદ રમેશ ધડૂક દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર પણ આ જ માહિતી સાથે ફોટો અપલોડ કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

https://twitter.com/RameshDhadukMP/status/1443262546794795008?s=20

Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને વર્ષ 2010માં પ્રસારિત એક બ્લોગમાં આ ફોટો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો. જેમા હાઈ માસ્ટ ટાવર અંગે વિશેષ માહિતી પ્રસારિત કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

બ્લોગ

તેમજ વધુ સર્ચ કરતા અમને લાઈટ પોલ બનાવનાર austinmoonlight કંપની દ્વારા 20 એપ્રિલ 2016ના કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં તેમણે આ જ ફોટો શેર કર્યો હતો અને જણાવ્યુ હતુ કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો લાઈટિંગનો આ ફોટો ટેક્સાસ હસ્ટનનો છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો નેશનલ હાઇવે-27નો નથી. આ ફોટો ઘણા વર્ષોથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. નેશનલ હાઇવ-27 પર હાઈ માસ્ટ લાઈટનું કામ શરૂ કરવામાં આવ્યુ છે.

Avatar

Title:પોરબંદરના સાંસદ રમેશ ધડૂક દ્વારા ભ્રામક તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી...?

Fact Check By: Yogesh Karia

Result: False