પાકિસ્તાનમાં ગટરમાં પડેલી મહિલાનો વીડિયો દિલ્હીના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Mukesh Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા 11 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સલમા અને ઝકીરા ઘૂંઘરૂં શેઠ ના લંડન ની ગલિયો માં ગલોટિયા મારતી નજરે પડે છે આ કેજુ લાફા નો જ ગરાગ છે. પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીનો છે. આ પોસ્ટને 260 લોકોએ લાઈક કરી હતી. 31 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 66 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.09.11-21_37_56.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડોયોનો એક સ્ક્રિનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને FAN Production નામના એક પાકિસ્તાની ફેસબુક પેજ દ્વારા આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો NA 120 નામના વિસ્તારમાં બનેલી ઘટનાનો છે.

Archive

હવે એ જાણવું જરૂરી હતું કે, NA 120 વિસ્તાર ક્યાં આવેલો છે. અમને વિકિપીડિયા પરથી એ જાણવા મળ્યું હતું કે, આ વિસ્તાર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલો છે.

screenshot-en.wikipedia.org-2020.09.11-22_07_52.png

Archive

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો પાકિસ્તાની ટીવી ચેનલ Capital TV પર 13 સપ્ટેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સમાચાર અનુસાર વીડિયોમાં જે બે મહિલાઓ દેખાઈ રહી છે એ મા-દીકરી છે અને આ ઘટના NA-120 ના ઈસ્લામપુરા વિસ્તારમાં બની હતી. 

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીનો નહીં પરંતુ પાકિસ્તાનમાં બનેલી ઘટનાનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીનો નહીં પરંતુ પાકિસ્તાનમાં બનેલી ઘટનાનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:પાકિસ્તાનમાં ગટરમાં પડેલી મહિલાનો વીડિયો દિલ્હીના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply