જાણો નાની ઉંમરમાં જુદા-જુદા કરતબ કરી રહેલા બાળકના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નાની ઉંમરમાં જુદા-જુદા કરતબ કરી રહેલા બાળકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નાની ઉંમરમાં કરતબ કરી રહેલો આ બળક કેરળના કન્નૂર ખાતે RSSમાં મુખ્ય શિક્ષક છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નાની […]

Continue Reading

કેરળની લડાઈની આ ઘટનામાં કોઈ સાંપ્રાદાયિક એંગલ નથી… જાણો શું છે સત્ય…

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલાઓનું એક જૂથ એક પુરૂષને તેની કારમાંથી બહાર કાઢીને તેને માર મારતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલાઓના એક જૂથ્થે જેમાં કથિત રીતે દુર્વ્યવહાર અને છેડતી કરવા બદલ મુસ્લિમ વ્યક્તિને કાર માંથી ઉત્તારી માર માર્યો હતો.”  […]

Continue Reading

શું ખરેખર ગુજરતના હાઈ-વે પર લૂંટની ઘટના બનવા પામી છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, હાઈ-વે પર જઈ રહેલી એક કારને ઓવરટેક કર્યા બાદ ધરાર રોકવામાં આવે છે. ત્યારબાદ આ કાર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટના કારના ડેસ્ક કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

Edited Image: ક્રોસ પહેરેલા પ્રિયંકા ગાંધીની એડિટેડ ફોટો વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સમ્રગ મામલો…

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલ સાબિત થયુ છે કે ક્રોસ પહેરેલી પ્રિયંકા ગાંધીની તસવીરમાં ડિજિટલી ફેરફાર કરવામાં આવ્યો છે. 13 નવેમ્બર 2024ના રોજ વાયનાડ પેટાચૂંટણી માટે મતદાન થયુ હતુ. વાયનાડમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની ચૂંટણીમાં પદાર્પણ કરે છે. કોંગ્રેસે વાયનાડમાં સઘન પ્રચાર કર્યા બાદ, વાડ્રાની જીતની તકોમાં મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વચ્ચે પ્રિયંકા […]

Continue Reading

શું ખરેખર વરસાદમાં પાણીથી ભીંજાયેલા વાનરનો વીડિયો વાયનાડનો છે…? જાણો શું છે સત્ય….

વાયનાડમાં દુર્ઘટના સ્થળેથી બે બાળ વાનરનો વીડિયો લેવામાં આવ્યો હોવાની માહિતી સાથે વાયરલ થયેલા વીડિયોને વાયનાડની દુર્ઘટના સાથે કોઈ સંબંધ નથી. આ દુરઘટનાના દસ દિવસ પહેલા લેવામાં આવ્યો હતો. એક વાંદરાનું બચ્ચુ બીજા બાળક વાંદરાને પકડીને વરસાદમાં ભીંજાય ગયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

RSS સ્વયંસેવકોની જૂની તસવીરો ભ્રામક દાવાઓ સાથે વાયરલ કરવામાં આવી રહી છે…

પૂર પીડિતોની મદદ કરી રહેલા RSS કાર્યકર્તાઓની વાયરલ તસવીરો તાજેતરની વાયનાડની સ્થિતિની નથી, પરંતુ લગભગ 6 વર્ષ પહેલા કેરળની છે, જ્યારે RSS સ્વયંસેવકો કેરળમાં પૂરમાં લોકોને મદદ કરી રહ્યા હતા. આપત્તિમાં લોકોને મદદ કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

Fake Check: વર્ષ 2020ના કેરળના ફોટોને હાલમાં વાયનાડમાં થયેલા ભૂસ્ખલનના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનને કારણે ચારે તરફ તબાહી સર્જાઈ છે. ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 413 પર પહોંચી ગયો છે. હજુ પણ 152 લોકો ગુમ છે અને તેમની શોધ 10મા દિવસે પણ ચાલુ છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાયનાડ […]

Continue Reading

અલ સાલ્વાડોરની જૂની તસવીર વાયનાડ ભૂસ્ખલન તરીકે વાયરલ કરવામાં આવી રહી…

30 જુલાઇ 2024ના કેરળના વાયનાડ જિલ્લામાં મોટા ભૂસ્ખલનને કારણે મોટા વિસ્તારો કાટમાળ નીચે દબાઈ ગયા હતા જેમાં 275થી વધુ લોકોના મોત થયા હતા. કેરળ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવા કહેવાનો નિર્ણય કર્યો છે. આ પૃષ્ઠભૂમિ પર, ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં દાવો […]

Continue Reading

અમદાવાદના પોલીસકર્મી દ્વારા પેટ્રોલપંપના કર્મચારી પર કાર નથી ચડાવવામાં આવી… જાણો શું છે સત્ય….

આ વીડિયો ગુજરાતના અમદાવાદનો નહીં પરંતુ કેરળના કુનુરનો છે. આ પોલીસ કર્મચારી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોધવામાં આવ્યો હતો, તેમજ તેની ધરપકડ કરી અને તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક કાર ચાલકને પેટ્રોલ પંપનો કર્મચારી રોકવાનો પ્રયત્ન […]

Continue Reading

કેરળના કોઝિકોડમાં રસ્તા પર પાણીની પાઈપલાઈન ફાટવાનો વીડિયો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતનો નહીં પરંતુ કેરળના કોઝિકડનો છે. ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં રસ્તા પર ફુવારાની જેમ પાણી નીકળતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રસ્તાની વચ્ચે પાણી ઉડવાનો આ વીડિયો ગુજરાતનો છે.” શું દાવો કરવામાં […]

Continue Reading

સોશિયલ મીડિયામાં વાયરલ હાથીના ડાન્સનું જાણો શું છે સત્ય….

આ ઓરિજનલ હાથી નથી. કાર્યક્રમના આયોજકોએ અમને સ્પષ્ટતા કરી હતી કે કલાકારો હાથીના પોશાકમાં પર્ફોર્મ કરી રહ્યા હતા. હાથીના ડાન્સના વીડિયોએ અગાઉ સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવી છે. હાથીનો અદભૂત ડાન્સ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરનારા ઘણા લોકો માને છે કે તે સાચો હાથી ડાન્સ કરી રહ્યો છે. વીડિયોમાં […]

Continue Reading

શું કેરળમાં મુસ્લિમ મહિલાઓએ હિંદુ મહિલાઓને બુરખો પહેરીને બસમાં ચઢવા કહ્યું હતુ..? જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં બુરખો પહેરેલી મહિલાઓ બસ સ્ટોપને લઈને દલીલ કરી રહી છે. તેઓ હિંદુ મહિલાઓને બુરખો પહેરીને બસમાં આવવાનું કહેતા હોવાનો દાવો ખોટો છે. 29મીએ સવારે, કેરળના કલામસેરીમાં એક ખાનગી કોન્ફરન્સ સેન્ટરમાં યહોવાહના સાક્ષીઓની સભા ચાલી રહી હતી ત્યારે વિસ્ફોટ થયો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ […]

Continue Reading

જાણો કેરળના કોચી ખાતે આવેલા લુલુ મોલમાં ભારતીય તિરંગા કરતાં પાકિસ્તાની ધ્વજને મોટો બતાવવામાં આવ્યો હોવાના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત, પાકિસ્તાન અને અન્ય કેટલાક દેશોના ધ્વજનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેરળના કોચી ખાતે આવેલા લુલુ મોલમાં ભારતીય તિરંગા કરતાં પાકિસ્તાની ધ્વજને મોટો બતાવવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, કેરળના કોચી […]

Continue Reading

શું ખરેખર ભાજપા નેતાને મહિલાઓએ કાર માંથી ઉતારી માર માર્યો…? જાણો શું છે સત્ય..

વિડિયોમાં દેખાતી મહિલાઓ કોઈ ભાજપાના નેતાને માર મારતી નથી. મહિલાઓએ શાજી નામના વ્યક્તિ પર આરોપ લગાવીને માર માર્યો હતો કે તેણે તેમના મોર્ફ કરેલા નગ્ન ફોટા શેર કર્યા હતા. શાજી મુરિયાદ કેરળના સમ્રાટ ઈમેન્યુઅલ ચર્ચના ભૂતપૂર્વ સભ્ય છે અને મહિલાઓ ચર્ચની સભ્ય છે. આ વીડિયોમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ […]

Continue Reading

કેરળમાં હિન્દુ યુવતીના લગ્ન કરાવી મુસ્લિમો દ્વારા 20 લાખ અને 20 તોલા સોનું નથી આપવામાં આવ્યુ…. જાણો શું છે સત્ય….

આ લગ્નનું આયોજન વર્ષ 2020ની છે, તેમજ આ યુવતીને મસ્જિદ ટ્રસ્ટ દ્વારા 2 લાખ રૂપિયા અને 10 તોલા સોનું આપવામાં આવ્યુ હતુ.  ધ કેરળ સ્ટોરી ફિલ્મ હાલમાં રિલિઝ થયુ છે. જેને લઈ સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે એક હિંદુ રિવાજ થી થતા લગ્ન વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે […]

Continue Reading

શું ખરેખર ચમાયવેલક્કુ ઉત્સવ દરમિયાન પુરૂષ સ્ત્રી બનેલો છે તેની તસ્વીર છે…? જાણો શું છે સત્ય….

વાયરલ ફોટામાં જે વ્યક્તિ છે તે પુરૂષ નથી, પરંતુ મહિલા છે. ફોટામાં દેખાતી વ્યક્તિ એક મોડેલ છે. સ્ત્રીના ગણવેશમાં પુરૂષ હોવાની વાત તદ્દન ખોટી છે. સાડી પહેરેલી એક વ્યક્તિનો ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને એવો દાવો કરવામાં આવે છે કે, આ ફોટો સાડીમાં સજ્જ અને “ચમાયવેલક્કુની ઉજવણીમાં […]

Continue Reading

શું ખરેખર કેરળમાં રાજ્ય સિવિલ સર્વિસ અકાદમીમાં મુસ્લિમો માટે 50 ટકા અનામત આપવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેરળમાં રાજ્ય સિવિલ સર્વિસ અકાદમીમાં મુસ્લિમો માટે 50 ટકા અનામત રાખવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, રાજ્ય સિવિલ સર્વિસ એકેડેમી […]

Continue Reading

શું ખરેખર કેરળમાં પાકિસ્તાનની હારની ઉજવણી કરવામાં આવી તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

ગત માસમાં ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યા બાદ સમગ્ર દેશમાં લોકો નારાજ થયા હતા. જ્યારે પાકિસ્તાનને સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા ભારે રસા કસી બાદ હાર આપી ત્યારે ઓસ્ટ્રલિયા સાથે ભારતના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ લુઘી પહેરી અને પોતાના બંને હાથ […]

Continue Reading

શું ખરેખર કેરળમાં રાજકિય હત્યા પામેલા નંદુનો ફોટો છે…..? જાણો શું છે સત્ય….

કેરળના અલાપ્પુઝા જિલ્લાના ચેર્થાળા નજીક વાયલાર ખાતેની રાજકીય હત્યાથી સમગ્ર કેરળ ચોંકી ઉઠ્યું હતું. બાવીસ વર્ષના RSS કાર્યકર નંદુની હત્યા કરાઈ હતી. જિલ્લામાં ભાજપ અને હિન્દુ સંગઠનોએ હડતાલની ઘોષણા કરી હોવા છતાં, વાયલાર, ચેર્થાળા અને અલાપ્પુઝામાં અથડામણ ચાલુ રહી હતી. નંદુની હત્યાના સંદર્ભમાં સોશ્યલ મિડિયા એક પોસ્ટ ફરતી થઈ હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર કેરળમાં ભાજપાની યોગીની સભા દરમિયાનનો આ ફોટો છે….? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવાર (21 ફેબ્રુઆરી, 2021)ના રોજ કેરળના કાસરકોડ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીની “વિજય યાત્રા” ને લીલી ઝંડી આપી હતી, જેમાં માનવ શ્રુખંલા કરી અને ભાજપનું ચૂંટણી પ્રતીક “કમલ” બનાવવામાં આવ્યું છે આ તસવીર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેરળમાં વિજય રેલી સમયે યોગી આદિત્યનાથને આવકારવા માટે ભાજપ સમર્થકો […]

Continue Reading

શું ખરેખર રામાયણમાં જેનુ વર્ણન છે તે જટાયુનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પહાડ પર વિશાળકાયનું પક્ષી દેખાય રહ્યુ છે. તેમજ તેમની આસપાસ કેમેરા લઈ વિડિયો શૂટ કરી રહેલા લોકો પણ જોવા મળી રહ્યા છે. આ વિડિયો સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે કે, આ વિડિયો રામાયણમાં જે જટાયુનું વર્ણન કરવામાં આવ્યુ છે, તે પક્ષીનો છે. […]

Continue Reading

શું ખરેખર ભાજપાના મંચ પર શ્વાન બેઠો હોવાની તસ્વીર બિહારની છે…? જાણો શું છે સત્ય….

બિહાર ચૂંટણીની વચ્ચે સોશિયલ મિડિયા પર એક ફોટો શેર કરવામાં આવી રહી છે. ફોટોમાં એક ખાલી સ્ટેજ પર બીજેપીના ઝંડા લગાડેલા જોવા મળે છે અને સ્ટેજ પર એખ શ્વાન બેસેલો જોવા મળે છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સ્ટેજ બિહાર ભાજપાનું છે. તેમજ આ ફોટો સાથે કટાક્ષ કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર કેરળ કોલેજમાં યુવતીઓ દ્વારા આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, કેરળમાં એક કોલેજમાં યુવતીઓને જીન્સ પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવતા તેમના દ્વારા લુંઘી પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો તે વિરોધનો છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ […]

Continue Reading

શું ખરેખર ન્યુઝિલેન્ડમાં ભારતિય સંસ્કૃતિ મુજબ જમવા બેઠા તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં ભારતીય સાથે વિદેશી લોકો પણ ભારતીય સંસ્કૃતી મુજબ જમવા બેસેલા દેખાઈ છે. પાંદડાની થાળી તેમજ વાટકો અને ગ્લાસ પણ ફોટોમાં જોઈ શકાય છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવે છે કે, જમવા બેસેલા લોકોનો આ ફોટો ભારતનો નહિં પરંતુ ન્યુઝિલેન્ડનો છે. જ્યાં ભારતીય સંસ્કૃતિ […]

Continue Reading