શું ખરેખર ન્યુઝિલેન્ડમાં ભારતિય સંસ્કૃતિ મુજબ જમવા બેઠા તેનો ફોટો છે...? જાણો શું છે સત્ય...
હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં ભારતીય સાથે વિદેશી લોકો પણ ભારતીય સંસ્કૃતી મુજબ જમવા બેસેલા દેખાઈ છે. પાંદડાની થાળી તેમજ વાટકો અને ગ્લાસ પણ ફોટોમાં જોઈ શકાય છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવે છે કે, જમવા બેસેલા લોકોનો આ ફોટો ભારતનો નહિં પરંતુ ન્યુઝિલેન્ડનો છે. જ્યાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લોકો જમવા બેઠા છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ન્યુઝિલેન્ડનો નહિં પરંતુ કેરળના થિરૂઅનંતપુરમના શિવનંદા યોગા વેદાન્તા ધનવંતરી આશ્રમનો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ankita Shah ફેસબુક યુઝર દ્વારા Gujarat Thoughts નામના ફેસબુક પેજ પર તારીખ 10 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જમવા બેસેલા લોકોનો આ ફોટો ભારતનો નહિં પરંતુ ન્યુઝિલેન્ડનો છે. જ્યાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લોકો જમવા બેઠા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ ફોટો તો નહિં પરંતુ આ ફોટોને લગતો જ એક ફોટો પ્રાપ્ત થયો હતો. ટ્રિપએડવાઈઝરની વેબસાઈટ પર આ ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો કેરળના થિરૂવનંતપુરમમાં આવેલા શિવનંદા યોગા વેદાન્તા ધનવંતરી આશ્રમનો છે. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો અને ટ્રિપએડવાઈઝરની વેબસાઈટ પર પ્રાપ્ત થયેલા ફોટોનો અભ્યાસ કર્યો તો અમને ઘણી સામ્યતા દેખાઈ હતી. બંને ફોટોમાં પીળા કલરના કપડા પહેરેલા લોકો, તેમજ પીળા કલરના સ્તંભ, તેમજ દિવાલ પરના સ્પિકર, મોટી બારીઓ, તેમજ પ્રવેશદ્રાર પણ એક જ તરફ છે. તમે બંને ફોટો વચ્ચેની સામ્યતા નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે કેરળના શિવાનંદ યોગ વેદાંત ધનવંતરી આશ્રમની વેબસાઇટ પર ટ્રિપ એડવાઈઝરની વેબસાઈટ પર જે ફોટો છે ત્યાં ઉપલબ્ધ છે. તેમજ તે પણ જાણીતીં છે કે હજારો વિદેશી મુસાફરો અહીં આવે છે અને તેઓ ફોટા લે છે અને તેને સોશિયલ મિડિયા પર શેર કરે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ન્યુઝિલેન્ડનો નહિં પરંતુ કેરળના થિરૂઅનંતપુરમના શિવનંદા યોગા વેદાન્તા ધનવંતરી આશ્રમનો છે.
Title:શું ખરેખર ન્યુઝિલેન્ડમાં ભારતિય સંસ્કૃતિ મુજબ જમવા બેઠા તેનો ફોટો છે...? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False