શું ખરેખર સોનિયા ગાંધીના સ્વિસ બેંક એકાઉન્ટ માંથી 34 લાખ કરોડ રૂપિયા મળ્યા….? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Rajesh Soni નામના ફેસબુક યુઝર દ્વારા ગુજરાત સુવિચાર નામના પેજ પર તારીખ 4 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘सोनिया के swiss bank A/C में थोड़ी सी रकम मिली … so sad 34 लाख करोड़.3400000000000000/-’ લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 29 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સોનિયા ગાંધીના સ્વિસ બેંક એકાઉન્ટ માંથી 34 લાખ કરોડ રૂપિયા મળી આવ્યા.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે મોટી રકમ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના એકાઉન્ટ માંથી મળી હોય તો ભારતના નહીં પરંતુ વિશ્વના તમામ મિડિયાએ તેની નોંધ લીધી હોય તેથી અમે ગૂગલ પર “सोनिया गाँधी के स्विस बेंक  में थोड़ी सी रकम मिली” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, સ્વિઝરલેન્ડ સરકાર દ્વારા ભારતને બ્લેકમની અંગે માહિતી આપવામાં આવશે તેવા અહેવાલો પ્રાપ્ત થયા હતા. પરંતુ આજ દિન એટલે કે 5 સપ્ટેમ્બર 2019 સુધી સ્વિઝરલેન્ડ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. તેમજ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પણ અમને કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. મિડિયાના અહેવાલો તમે નીચે વાંચી શકો છો. 

MONEY BHASKAR | ARCHIVE

NDTV | ARCHIVE

AAJTAK | ARCHIVE

LIVEHINDUSTAN | ARCHIVE

ત્યારબાદ અમે ગુજરાત કોગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ભાજપા દ્વારા ખોટી રીતે કોગ્રેસને બદનામ કરવામાં આવી રહી છે. ભાજપાના જ કોઈ સભ્ય દ્વારા આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે. ખરેખર કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ સોનિયાજીએ કાઈ ખોટુ કર્યુ હોય CBI થી લઈ તમામ એજન્સી સરકાર પાસે છે, તુરંત કાર્યવાહી કેમ નથી કરતી ભાજપા સરકાર, ભાજપા દ્વારા વિપક્ષના સભ્યોને બદનામ કરવા માટે આ પ્રકારે વિકૃત મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે.” 

ત્યારબાદ અમે માર્કેટ એક્સપર્ટ મહેશ પંડયા જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “સ્વિઝ બેંકમાં કોઈ એક ભારતિયનું એકાઉન્ટ તો હશે નહિં, તેમજ કોઈ પણ દેશની સરકાર જ્યારે આ પ્રકારની માહિતી આપતી હોય તો તેની એક આખી યાદી જ હોય, આ પ્રકારે એક-બે નામ આપે તે વાત માનવી મુશ્કેલ છે.”

આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, સ્વિઝરલેન્ડ સરકાર દ્વારા હજુ સુધી કોઈપણ ભારતીયના બેંક ખાતાની માહિતી ભારત સરકારને આપી નથી. લોકોમાં ભ્રમ ફેલાવવા માટે આ પ્રકારે પોસ્ટ વાયરલ કરવામાં આવતી હોવાનું ગુજરાત કોગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ. 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે કારણ કે,સ્વિઝરલેન્ડ સરકાર દ્વારા હજુ સુધી કોઈપણ ભારતીયના બેંક ખાતાની માહિતી ભારત સરકારને આપી નથી. લોકોમાં ભ્રમ ફેલાવવા માટે આ પ્રકારે પોસ્ટ વાયરલ કરવામાં આવતી હોવાનું ગુજરાત કોગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

Avatar

Title:શું ખરેખર સોનિયા ગાંધીના સ્વિસ બેંક એકાઉન્ટ માંથી 34 લાખ કરોડ રૂપિયા મળ્યા….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False