શું ખરેખર સમગ્ર દેશમાં શાળાઓ અને કોલેજો ફરીથી બંધ થશે...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશની તમામ સ્કૂલો અને કોલેજો બંધ કરવાનો ગૃહ મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ગૃહ મંત્રાલય દ્વારા આવો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી એવી સરકારે સ્પષ્ટતા કરી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jitendra S Chitte નામના ફેસબુક યુઝર દ્વારા 18 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશની તમામ સ્કૂલો અને કોલેજો બંધ કરવાનો ગૃહ મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
Facebook Post | Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ ગૃહમંત્રાલય દ્વારા શાળા અને કોલેજો ફરીથી બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી. પરંતુ PIB Fact Check દ્વારા 18 જાન્યુઆરી, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સોશિયલ મીડિયા પર કેટલીક સમાચાર ચેનલોના એડિટ કરેલા ફોટો વાયરલ થઈ રહ્યા છે જેમાં ગૃહ મંત્રાલય દ્વારા શાળા અને કોલેજો ફરીથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે. પરંતુ ગૃહ મંત્રાલય દ્વારા આ પ્રકારનો કોઈ જ આદેશ આપવામાં નથી આવ્યો.
પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં અન્ય એક દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે, હવેથી પાસ થવા માટે 33 ટકા નહીં પરંતુ 23 ટકાની જરૂર પડશે. પરંતુ આ દાવાને પણ સરકાર દ્વારા ખોટો ઠેરવવામાં આવ્યો છે.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા તમામ ફોટોને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા જ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ પ્રકારનો કોઈ આદેશ કે નિર્ણય સરકાર દ્વારા લેવામાં નથી આવ્યો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગૃહ મંત્રાલય દ્વારા શાળા અને કોલેજો બંધ કરવા અંગે આવો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી એવી સરકારે સ્પષ્ટતા કરી છે.
Title:શું ખરેખર સમગ્ર દેશમાં શાળાઓ અને કોલેજો ફરીથી બંધ થશે...?
Fact Check By: Vikas VyasResult: False