સાંપ્રદાયિક ભાવનાને ખલેલ પહોંચાડવા અને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા ખોટુ ટ્વિટ વાયરલ કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

સોશિયલ મિડિયામાં સાંપ્રદાયિક ભાવનાને ખલેલ પહોંચાડવા અને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે એક ટ્વિટ વાયરલ કરવામાં આવી રહ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “फतवा तमाम मुसलमान भाईयो से इल्तिजा है हिंदू कोफिर बस्ती व गांवो, इलाको मे कैमिकल्स मिलाकर घटिया क्वालिटी के फल, सब्जी, दुध, पनीर, आईसक्रिम आदि चीजे बेंचे ताकि काफिर जमात व इनके बच्चे भारी तादाद मे बिमारी की गिरफ्त मे आए फरमान मदरासा दारुल उलम देवबंद” આ ટ્વિટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હિંદુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ખરાબ ફળ, શાકભાજી, દૂધ સહિતની વસ્તુ વહેંચવા દારૂલ ઉલમ દેવબંદ મદરેસા દ્વારા મુસ્લિમો માટે ફરમાન બહાર પાડવામાં આવ્યુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ ટ્વિટ તદ્દન ફર્જી છે. આ પ્રકારે કોઈ ફતવો બહાર પાડવામાં આવ્યો નથી. દારૂલ ઉલૂમન દ્વારા આ અંગે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sunil Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હિંદુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ખરાબ ફળ, શાકભાજી, દૂધ સહિતની વસ્તુ વહેંચવા દારૂલ ઉલમ દેવબંદ મદરેસા દ્વારા મુસ્લિમો માટે ફરમાન બહાર પાડવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ટ્વિટર હેન્ડલને ટ્વિટર પર શોધવા પ્રયત્ન કર્યો હતો. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ ટ્વટિર હેન્ડલ પ્રાપ્ત થયુ ન હતુ. પરંતુ સામાજિક કાર્યકર ડી.પી.નાયક દ્વારા 3 માર્ચ 2020ના આ જ ટ્વિટરનો સ્ક્રિન શોટ શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે, “Gayur_Sheikh નામનું ટ્વિટર એકાઉન્ટ પહેલેથીજ ડિએક્ટિવ છે.” 

તેમજ અમે દારૂલ ઉલ્લમ દેવબંદ ની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. જ્યાં પણ અમને આ પ્રકારે કોઈ ફતવો બહાર પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ ન હતુ. 

ત્યારબાદ અમે દારૂલ ઉલુમ દેવબંદના મિડિયા ઈન્ચાર્જ અશરફ ઉસ્માનીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ મેસેજ ઘણા સમયથી વાયરલ થઈ રહ્યો છે. આ અંગે અમે ફરિયાદ પણ નોંધાવી છે. દારૂલ ઉલૂમે આવો કોઈ ફતવો બહાર પાડ્યો નથી. દારૂલ ઉલૂમને બદનામ કરવા માટે આ પત્ર વાયરલ થઈ રહ્યો  છે, પરંતુ તે તદ્દન ખોટો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ ટ્વિટ તદ્દન ફર્જી છે. આ પ્રકારે કોઈ ફતવો બહાર પાડવામાં આવ્યો નથી. દારૂલ ઉલૂમન દ્વારા આ અંગે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

Avatar

Title:સાંપ્રદાયિક ભાવનાને ખલેલ પહોંચાડવા અને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા ખોટુ ટ્વિટ વાયરલ કરવામાં આવી રહ્યુ…

Fact Check By: Yogesh Karia 

Result: False