શું ખરેખર મોદી સરકારે ઈલેક્ટ્રિક વાહનોની રજીસ્ટ્રેશન ફી માફ કરી.? જાણો શું છે સત્ય……

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Bharat Vikas – ભારત વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી ઈલેક્ટ્રિક કાર-બાઈક ખરીદવું સસ્તુ થશે શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2700 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 40 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1057 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર રજીસ્ટ્રેશન ફી માફ કરવામાં આવી છે. 

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલ પર “electric vehicle free registration” લખતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને 19-20 જૂનના જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલો પ્રાપ્ત થયા હતા. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્ચુ હતુ કે, ઈલેક્ટ્રિક વાહનોની રજીસ્ટ્રેશન ફી માફી માટેનું ડ્રાફટ નોટીફિકેશન છે. જે હજુ મંજૂરી માટે બંન્ને ગૃહમાં જશે અને ત્યાર બાદ લાગુ પડશે. આ કાયદો અમલમાં આવી ગયો હોવાનું ક્યાંય સાબિત થતુ નથી. જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા  પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ આપ નીચે વાંચી શકો છો.

FINANCIAL EXPRESS | ARCHIVE

BUSINESS STANDARD | ARCHIVE

INDIA TODAY | ARCHIVE

તેમજ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ-વેના જોઈન્ટ સેક્રેટરી પ્રિયંક ભારતી સાથે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, આપ જે કહી રહ્યા છો તે હાલ ડ્રાફ્ટ નોટીફિકેશન છે. હજુ સુધી આ નિયમ લાગુ પડયો નથી.

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવો ક્યાંય પણ સાબિત થતો નથી. હાલ ઈલેક્ટ્રિક વાહનની ખરીદી પર રજીસ્ટ્રેશન ફી માફીની વાત તે ડ્રાફ્ટ નોટીફિકેશન છે. જે આગામી સમયમાં લાગુ પડી શકે છે. હાલ આજની તારીખ 25 જૂન 2019 સુધી તો ઈલેક્ટ્રિક વાહનની ખરિદી પર રજીસ્ટ્રેશન ફી  લેવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે,  ઈલેક્ટ્રિક વાહનની ખરીદી પર રજીસ્ટ્રેશન ફી માફીની વાત તે ડ્રાફ્ટ નોટીફિકેશન છે. જે આગામી સમયમાં લાગુ પડી શકે છે. હાલ આજની તારીખ 25 જૂન 2019 સુધી તો ઈલેક્ટ્રિક વાહનની ખરિદી પર રજીસ્ટ્રેશન ફી  લેવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર મોદી સરકારે ઈલેક્ટ્રિક વાહનોની રજીસ્ટ્રેશન ફી માફ કરી.? જાણો શું છે સત્ય……

Fact Check By: Frany Karia 

Result: False