શું ખરેખર રાજકોટમાં ફરી 144ની કલમ લાગુ કરવામાં આવી...? જાણો શું છે સત્ય...
Raval Pradip નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Breaking રાજકોટ જીલ્લામાં 144 લાગુ કરાઇ જીલ્લા કલેકટર કે, એ અધીકારીઓ સાથે કરી બેઠક કાલથી 144 થય જશે લાગુ જીલ્લાના તમામ ઇધારા કેન્દ્ર બંધ કલેક્ટર ની અપીલ 2 અઠવાડીયા સહકાર આપો પછી રાત્રે પણ ઇધારા મા આવતા કામો કરી દેશુ નગરપાલિકા મા જનસેવા કેન્દ્રો બંધ જીલ્લા ની તમામ હોટેલ અને રેસ્ટોરન્ટ કાલથી બંધ હોટેલ મા રહેતા લોકોને જમવાનુ આપી શકશે તમામ પાનના ગલ્લા અને ચાની રેકડીયો કાલથી બંધ રીક્ષા, યુટીલીટી, બસ, ટ્રાવેલ્સ મા ઓવરલોડ પેસેન્જરો ભરીને જતા પર થશે દંડ જાહેરમા થુકવા પર દંડ ફટકારવામાં આવશે જીલ્લામાં બહાર થી આવતા તમામ નુ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે કામ વગર બહાર ન નીકળવા લોકો ને અપીલ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજકોટમાં કલમ 144 લાગુ કરવામાં આવી અને તમામ ગતિવિધીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને કોઈ ખાસ પરિણામો પ્રાપ્ત થયા ન હતા કે કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
દરમિયાન અમને ફેસબુક પર જીએનસી ન્યુઝ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ મેસેજ આ સત્ય છે. આ ફેક ન્યુઝ છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે રાજકોટ જિલ્લા ક્લેકટર રેમ્યા મોહનનો સંપર્ક સાઘ્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ મેસેજ ખોટો છે. લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા વિંનતી કરવામાં આવી હતી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ અ સત્ય છે. જેની પૃષ્ટી રાજકોટ જિલ્લા ક્લેક્ટર દ્વારા કરવામાં આવી છે.
Title:શું ખરેખર રાજકોટમાં ફરી 144ની કલમ લાગુ કરવામાં આવી...? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False