
મારૂં નામ વિકાસ પેજ દ્વારા તારીખ 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પોલીસની ગાડીએ અડફેટે લીધા 2 ના મોત,અને પોલીસ ની ગાડી માંથી દારૂ મળ્યો..વિકાસ પીધેલો છે.. શેયર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 144 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1300 લોકોએ આ પોસ્ટને શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોલીસની કારની અડફેટે બે વ્યક્તિના મોત થયા હતા અને કારની અંદરથી દારૂ મળ્યો હતો.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “Bhavnagar police car make accident in Ahmedabad” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને જાણવા મળ્યુ હતુ કે, જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા આ અકસ્માતના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસ કાર માંથી દારૂની બોટલ મળી તે વાત સત્ય છે. પરંતુ બે વ્યક્તિના નહી એક જ વ્યક્તિનું મોત થયું હતુ. જે તમામ મિડિયા હાઉસ દ્વારા દર્શાવવામાં આવ્યુ છે. જે આપ નીચે જોઈ શકો છો.
જો કે, જી ડિવિઝન ટ્રાફિક પીઆઈ દ્વારા દિવ્યભાસ્કરને જણાવવામાં આવ્યુ હતુ કે, પોલીસ કાર ચલાવતો ડ્રાઈવર હંગામી હતો, જેનું નામ અજયસિંહ પ્રદ્યમનસિંહ ગોહિલ હતુ. અધિકારીઓ જ્યારે મિંટિગમાં હતા ત્યારે આ ડ્રાઈવરે દારૂ પીધા પછી પોલીસ કાર લઈને તેમના મિત્રને મળવા ગયો હતો.
આમ, ઉપરોક્ત પડતાલમાં પોલીસની કારમાંથી દારૂ મળ્યો તે વાત સત્ય સાબિત થાય છે. પરંતુ બે વ્યક્તિના મોત થયા તે વાત ખોટી છે. ઘટનામાં રિક્ષા ચાલક એક જ વ્યક્તિનું મોત થયું હતુ.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોલીસની કારમાંથી દારૂ મળ્યો તે વાત સત્ય સાબિત થાય છે. પરંતુ બે વ્યક્તિના મોત થયા તે વાત ખોટી છે. ઘટનામાં રિક્ષા ચાલક એક જ વ્યક્તિનું મોત થયું હતુ.

Title:શું ખરેખર પોલીસ કારની અડફેટે 2 લોકોના મોત થયા હતા….? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: Mixture
