શું ખરેખર વર્લ્ડકપમાં ધોનીના આઉટ થવાની સાથે જ રડી પડ્યો ફોટોગ્રાફર…? જાણો સત્ય…

False Sports આંતરરાષ્ટ્રીય I International

Hu gujju‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં ધોનીના ફોટો સાથે એક ફોટોગ્રાફરનો રડતો ફોટો દર્શાવીને એવું લખેલું છે કે,  હવે બોલો Nice pic. We Miss You.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 251 લોકોએ લાઈક કરી હતી. 7 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 83 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં ઈન્ગ્લેન્ડમાં ચાલી રહેલા આઈસીસી વર્લ્ડકપમાં 10 જુલાઈ, 2019 ના દિવસે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી સેમી ફાઈનનલ મેચમાં જ્યારે ધોની આઉટ થઈને પવેલિયનમાં જતો હોય છે તે ફોટોની સાથે બીજા 3 ફોટો એક રી રહેલા ફોટોગ્રાફરના મૂકવામાં આવ્યા છે અને લોકોને એવું બતાવવામાં આવી રહ્યું છે કે, ધોનીના આઉટ થવાની સાથે જ ફોટોગ્રાફર પણ રડી પડ્યો હતો. અમને આ ફોટો થોડો શંકાસ્પદ લાગતાં અમે આ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં અમને નીચેના પરિણામો મળ્યા હતા. 

screenshot-www.google.co.in-2019.07.12-13-01-03.png

Archive

ઉપરોક્ત પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, ફોટોગ્રાફરના રડવાની સાથે ધોનીના આઉટ થવાની ઘટનાને કોઈ જ સંબંધ નથી કારણ કે, ધોનીની સાથે દર્શાવેલા ફોટોમાં રહેલા ફોટોગ્રાફરની રડવાના આ ફોટો વર્ષ 2019 ના જ છે પરંતુ જ્યારે એશિયન કપ (AFP) માં ઈરાન અને કતાર વચ્ચે ફૂટબોલ મેચ યોજાઈ હતી. એએફસીની એશિયન કપના 16 મા રાઉન્ડની મેચમાં કતારે ઈરાકને 0-1 થી હરાવ્યું હતું. એ સમયે મહંમદ-અલ-અલ્ઝાવી નામનો આ ઈરાકી ફોટોગ્રાફર રડી પડ્યો હતો. આ ફોટો એ સમયે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અમારી વધુ તપાસમાં અમને આ ફોટો સાથેના કેટલાક સમાચાર પણ પ્રાપ્ત થયા હતા જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.tellerreport.com-2019.07.12-13-22-52.png

International News |Archive

screenshot-lovindubai.com-2019.07.12-13-26-13.png

Lovindubai | Archive

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે AFC Asian Cup ના ઓફિશિયલ ફેસબુક પેજ પર જોતાં અમને 24 જાન્યુઆરી, 2019 ના રોજની એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ એં લખેલું હતું કે, 16 મા રાઉન્ડ સમયની ઈરાકી ફોટોગ્રાફરની ભાવનાત્મક ક્ષણ. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2019.07.12-13-34-30.png

Archive

ઉપરનો ફોટો અમને #AsianCup2023 ના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પણ જોતાં અમને 24 જાન્યુઆરી, 2019 ના રોજ પોસ્ટ કરવામાં આવેલો જોવા મળ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થયા છે કે, પોસ્ટમાં ધોનીના આઉટ થવાની સાથે મૂકવામાં આવેલા રડી રહેલા ફોટોગ્રાફરના ફોટો વચ્ચે કોઈ જ સંબંધ નથી. 

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ધોનીના ફોટોની સાથે રડી રહેલા ફોટોગ્રાફરના ફોટો એશિયન કપ (AFP) માં ઈરાન અને કતાર વચ્ચે ફૂટબોલ મેચ યોજાઈ હતી તે સમયનો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર વર્લ્ડકપમાં ધોનીના આઉટ થવાની સાથે જ રડી પડ્યો ફોટોગ્રાફર…? જાણો સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False