શું ખરેખર લખનૌ એરપોર્ટને 50 વર્ષ સુધી 46 કરોડ રૂપિયામાં ગીરવી મૂકવામાં આવ્યું…? જાણો સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National


Dhaval Patel Babra  નામના ફેસબુક યુઝર દ્વારા 5 જુલાઈ, 2019 ના રોજ એક કરોડ ગુજરાતીઓનું Facebook ગ્રુપ(1 ગુજરાતી બીજા 100 Gujarati ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  દેશ બીકને નહિ દુંગા ભાયો બેનો.  જ્યારે પોસ્ટના ફોટોમાં એવું લખેલું છે કે, 46 करोड में 50 साल के लिए लखनऊ एरपोर्ट हुआ गिरवी! जिसकी सालाना कमाई 120 करोड है! चौकीदार देश बेच देगा, लेकिन झुकने कभी नहीं देगा!   ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 350 લોકોએ લાઈક કરી હતી. 59 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 95  લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.07.11-19-11-22.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર સરકાર દ્વારા લખનૌ એરપોર્ટને 50 વર્ષ સુધી 46 કરોડ રૂપિયામાં ગીરવે મૂકવામાં આવ્યું હોત તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને આ સમાચારને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. તો આ જાણવા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લઈ લખનૌ એરપોર્ટને 50 વર્ષ સુધી ગીરવે મૂકવામાં આવ્યું સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

screenshot-www.google.co.in-2019.07.11-19-32-47.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે યુટ્યુબનો સહારો લઈ lucknow airport mortgaged for 50 years સર્ચ કરતાં અમને નીચેના પરિણામ પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.07.11-19-39-06.png

Archive

યુટ્યુબ પર પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી તપાસને આગળ વધારતાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પરની માહિતી જોતાં અમને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 25 ફેબ્રુઆરી, 2019 ના રોજની એક પ્રેસ રિલીઝ પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

https://www.aai.aero/sites/default/files/press_release_news/Operation%2C%20Management%20and%20Development%20of%20six%20AAI%20Airports%20under%20Public%20Private%20Partnership%20%28PPP%29.pdf

ઉપરની પ્રેસ રિલીઝને ધ્યાનથી વાંચતા અમને માલૂમ પડ્યું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કોર્પોરેટ અને કોમ્યુનિકેશન વિભાગ દ્વારા 25 ફેબ્રુઆરી, 2019 ના રોજ 5 એરપોર્ટની કામગીરી, સંચાલન અને વિકાસ માટે જે કંપનીઓ દ્વારા બિડીંગ કરવામાં આવ્યું હતું તેમની બિડીંગ કિંમત સાથેની યાદીની પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવી હતી. તો એમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, સૌથી વધુ કિંમતે બિડીંગ કરવાની યાદીમાં અદાણી મોખરે છે. આ પ્રેસ રિલીઝ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, 50 વર્ષ સુધી લખનૌ સાથે અન્ય 4 એરપોર્ટને 50 વર્ષ સુધી અદાણીને ગીરવી નથી આપ્યા પરંતુ લીઝ પર એટલે કે પેસેન્જરદીઠ ભાડા પર આપ્યા છે.

screenshot-gujarati.factcrescendo.com-2019.07.11-20-04-51.png

અમારી વધુ તપાસમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશના 5 એરપોર્ટની જવાબદારી બીડિંગ કરીને કોન્ટ્રાકટ પદ્ધતિથી 50 વર્ષ સુધી પેસેન્જરદીઠ ભાડા પર અદાણીને સોંપી છે એ અંગેની તમામ માહિતી આપતા સમાચાર નીચે દર્શાવવામાં આવેલી લિંક પર જોઈ શકાઈ છે.

Khabarchhe.comdivyabhaskardaily huntSANDESH
ARCHIVEARCHIVEARCHIVEARCHIVE

આમ ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, દેશના 6 એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. હાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશના 5 એરપોર્ટની જવાબદારી અને અપગ્રેડેશ માટેની જવાબદારી અદાણી ગ્રુપને આપવામાં આવી છે. દેશના જે 5 એરપોર્ટની જવાબદારી અદાણીને સોંપવામાં આવી છે, તેમાં અમદાવાદ, જયપુર, મેંગ્લોર, ત્રિવેન્દ્રમ, લખનૌનો સમાવેશ થાય છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે, અદાણી ગ્રુપ 50 વર્ષ આ 5 એરપોર્ટનું સંચાલન કરશે. જેથી એવું કહી શકાય કે, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા બીડિંગ કરીને દેશના 5 એરપોર્ટના સંચાલનની જવાબદારી આગામી 50 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પેસેન્જરદીઠ ભાડા પર અદાણી ગ્રુપને સોંપવીમાં આવી છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, ફેક્ટ્લી દ્વારા પણ આ માહિતીની સત્યતા ચકાસવામાં આવી હતી. તેની માહિતી પરથી અમને જાણવા મળ્યું હતું કે, વર્ષ 2014 થી 2018 સુધી લખનૌ એરપોર્ટનો નફો ક્યારેય 100 કરોડ રૂપિયા થયો નથી. જે તમે નીચે જોઈ શકો છો.

Lucknow-Airport-Mortagaged-Profits-768x500.jpg

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થયા છે કે, સરકાર દ્વારા અદાણી ગ્રુપને લખનૌ એરપોર્ટના સંચાલનની જવાબદારી આગામી 50 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પેસેન્જરદીઠ ભાડા પર આપવામાં આવી છે નહીં કે 46 કરોડ રૂપિયામાં ગીરવી મૂકીને. 

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, સરકાર દ્વારા અદાણી ગ્રુપને લખનૌ એરપોર્ટને 46 કરોડ રૂપિયામાં ગીરવી મૂકીને નહીં પરંતુ તેના સંચાલનની જવાબદારી આગામી 50 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પેસેન્જરદીઠ ભાડા પર આપવામાં આવી છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર લખનૌ એરપોર્ટને 50 વર્ષ સુધી 46 કરોડ રૂપિયામાં ગીરવી મૂકવામાં આવ્યું…? જાણો સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •