શું ખરેખર કતારમાં પતંજલિ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Prakash P Mansukhani નામના ફેસબુક યુઝર દ્વારા 7 સપ્ટેમ્બર,2019   ના રોજ Alka Lamba નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, कतर में पतंजलि के सभी प्रोडक्ट्स बैन, नेचुरल बताकर खतरनाक केमिकल बेच रहे हैं रामदेव! આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કતારમાં પતંજલિની તમામ પ્રોડક્ટસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પોસ્ટને 119 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 10 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 180 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.14-18_15_19.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જો ખરેખર કતારમાં પતંજલિની તમામ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એટલા માટે પોસ્ટના દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ કતારમાં પતંજલિ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.09.14-18_38_20.png

Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી તપાસ આગળ વધારી હતી. અમે ફરી વાર ગુગલનો સહારો લઈ Patanjali Online Products In Qatar સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.09.14-18_48_15.png

Archive

ઉપરના પરિણામોમાં અમને business-standard.com દ્વારા 11 ઓક્ટોમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં સ્પષ્ટ લખેલું હતું કે, કતારમાં કોઈ જ પતંજલિ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યો પરંતું કતારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કતારમાં વેપાર માટે જરૂરી હલાલ સર્ટિફિકેટ પતંજલિ કંપની પાસે માંગવામાં આવ્યું હતું. જે પતંજલિ દ્વારા તેમને દસ્તાવેજ સ્વરૂપે બતાવવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ માહિતી પતંજલિના સ્પોક પર્સન તિજરવાલા એસકે દ્વારા આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.business-standard.com-2019.09.14-18_53_59.png

Archive

આ ઉપરાંત અમે તપાસ આગળ વધારતાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, ઈન્ટરનેટ પર જોતાં કતારમાં ઓનલાઈન પ્રોડક્ટ્સનું વેચાણ હજુ પણ ચાલુ જ છે. કોઈ પણ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યો. અમારી વધુ તપાસમાં અમને જાણીતી સમાચાર સંસ્થા ANI દ્વારા પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને ખોટો સાબિત કરતા 11 ઓક્ટોમ્બર, 2018 ના રોજના એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જે પણ તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.aninews.in-2019.09.14-19_02_30.png

Archive

વધુમાં અમને પતંજલિના સ્પોક પર્સન Tijarawala SK દ્વારા પણ 10 ઓક્ટોમ્બર, 2018 ના રોજ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને ખોટો અને પાયાવિહોણો સાબિત કરતી પોસ્ટ તેમના ટ્વિટર પર મૂકવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કતાર સરકાર દ્વારા પતંજલિ પાસે ફક્ત વેચાણ અંગેનું હલાલ સર્ટિફિકેટ માંગવામાં આવ્યું હતું. જે રજૂ કર્યા બાદ કતાર સરકાર બાદ પતંજલિને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ આપ્યું હતું. કતારમાં પતંજલિની કોઈ જ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો એવું પણ તેઓએ જણાવ્યું હતું અને તમામ સર્ટિફિકેટ ટ્વિટર પર જ રજૂ કર્યા હતા. પતંજલિનું હલાલ સર્ટિફિકેટ અને કતાર સરકાર દ્વારા આપવામાં આવેલું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તમે નીચે જોઈ શકો છો.

2019-09-14.jpg

પતંજલિના સ્પોક પર્સન Tijarawala SK દ્વારા પણ 10 ઓક્ટોમ્બર, 2018 ના રોજ કરવામાં આવેલી ટ્વિટને તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કતારમાં પતંજલિની તમામ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાની માહિતી ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે તે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કતારમાં પતંજલિની તમામ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાની માહિતી ખોટી અને વર્ષ 2018 ની છે.

છબીઓ સૌજન્ય :ગુગલ

Avatar

Title:શું ખરેખર કતારમાં પતંજલિ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False