
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનો છે જ્યાં ‘ખાલિસ્તાન જીંદાબાદ’ અને ‘પાકિસ્તાન જીંદાબાદ’ની નારેબાજી કરવામાં આવી. ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2019 ના ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન લંડન ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ સમયનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Kamlesh Vasava નામના ફેસબુક યુઝર દ્વારા 28 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ખેડૂત આંદોલન ના નામે ખાલીસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવા અને એ પણ પાકિસ્તાનના ધ્વજ પકડીને ? શું આ ખરેખર ખેડુત છે ??. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનો છે જ્યાં ‘ખાલિસ્તાન જીંદાબાદ’ અને ‘પાકિસ્તાન જીંદાબાદ’ની નારેબાજી કરવામાં આવી.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ANI News Official દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 6 જુલાઈ, 2019 ના રોજ અપલોડ કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2019 ના ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન લંડન ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ સમયનો છે. જ્યાં ‘ખાલિસ્તાન જીંદાબાદ’ અને ‘પાકિસ્તાન જીંદાબાદ’ની નારેબાજી કરવામાં આવી હતી.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો ઉપરોક્ત માહિતી સાથે યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Nasir Nawaz
ઉપરોક્ત ઘટનાના સમાચારને ટાઇમ્સ નાઉ દ્વારા 10 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ડેક્કન ક્રોનિકલ | ફાયનાન્સિયલ એક્સપ્રેસ
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વર્ષ 2019 ના ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન લંડન ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ સમયનો છે. જ્યાં ‘ખાલિસ્તાન જીંદાબાદ’ અને ‘પાકિસ્તાન જીંદાબાદ’ની નારેબાજી કરવામાં આવી હતી.

Title:2019 ના ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન લંડન ખાતે કરવામાં આવેલી નારેબાજીનો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
