શું ખરેખર ઓસ્ટ્રેલિયાના સંસદની બહાર ચપ્પલ ઉતારવામાં આવ્યા હતા….? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

કિસાન આંદોલનને લઈ વિદેશથી પણ ભારે સમર્થન મળી રહ્યુ છે. ત્યારે આ સમર્થનને લઈ સોશિયલ મિડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે બાવ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણા બધા ચપ્પલો સીડીઓ પર જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઓસ્ટ્રેલિયાની સંસદ બહાર ખેડૂત પર થયેલા અત્યાચારના વિરોધમાં ચપ્પલો બહાર કાઢવામાં આવ્યા.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ઓસ્ટ્રેલિયાનો નહિં પરંતુ કેનેડાની સાંસદ બહારનો છે. ઓસ્ટ્રેલિયાનો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

જેસીબી વાળાની મારકણી હથોડી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઓસ્ટ્રેલિયાની સંસદ બહાર ખેડૂત પર થયેલા અત્યાચારના વિરોધમાં ચપ્પલો બહાર કાઢવામાં આવ્યા.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામા આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને કોંગ્રેસના નેશનલ એક્ઝુક્યુટીવ નીરજ ભાટિયા અને સિમરન જીત સિંધ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલા ટ્વિટ પ્રાપ્ત થયા હતા. તેઓ દ્વારા આ ટ્વિટમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો શેર કરતા માહિતી આપવામાં આવી હતી કે, “200 જોડી પંજાબી પગરખાંની જોડીઓ કેનેડાની સંસદના વિક્ટોરિયા ખાતે મૂકવામાં આવી હતી, કિસાન આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા કિસાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કરાયુ હતુ.”

ARCHIVE 

ARCHIVE

તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને સીટીન્યુઝનો 1 ફેબ્રુરીઆરી 2021 એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વિરોધનો બીજો ફોટો પણ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ કેનેડાની સંસદની બહાર મુકવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

citynews | Archive

Alamy.com પર શેર કરવામાં આવેલી કેનેડાની આ પાર્લામેન્ટના ફોટો સાથે સરખામણી કરી હતી. જે વાયરલ ફોટો સાથે મળતી આવે છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ઓસ્ટ્રેલિયાનો નહિં પરંતુ કેનેડાની સાંસદ બહારનો છે. ઓસ્ટ્રેલિયાનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર ઓસ્ટ્રેલિયાના સંસદની બહાર ચપ્પલ ઉતારવામાં આવ્યા હતા….?

Fact Check By: Yogesh Karia 

Result: False