Alpesh Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નોટ પર થુંક અને પરસેવો લગાવી કોરોના ફેલાવાય રહ્યો છે. પોલીસ જવાનો પણ નોટ અડકતા નથી. સાવચેત રહેવું” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 17 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 53 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોના ફેલાવવા નોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.નોટ પર થૂંક અને પરસેવો લગાડવામાં આવી રહ્યો.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 16 એપ્રિલ 2020નો NDTV નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે વિડિયોમાં પોસ્ટમાં જે દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા. તે જોઈ શકાય છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “લોકડાઉન વચ્ચે મધ્યપ્રદેશના ઈંદૌરમા રોડ પર નોટ પડેલા જોવા મળ્યા.આ ઘટના ગુરૂવાર બપોરની છે. જ્યારે સ્થાનિય નિવાસીયોએ રસ્તામાં પડેલી 20, 50, 100, 200 અને 500 રૂપિયાની કરન્સી નોટને જોતા સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.”

આ ઘટનાને લઈ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર આ ઘટના હિરાનગર થાણા વિસ્તારનો છે. જ્યાના સ્ટેશન ઈનચાર્જને કુલ મળીને 6480 રૂપિયા મળ્યા હતા. પોલીસે પછી તેને સ્વચ્છ કરી હતી.

ARCHIVE | ARCHIVE

અમારી પડતાલને મજબૂત કરવા અમે હિરા નગર પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન ચાર્જ રાજીવ ભદોરિયાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “સોશિયલ મિડિયા પર આ વિડિયોને ફેલાવાની સાથે ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે. આ પૈસા રામ નરેન્દ્ર યાદવ નામના વ્યક્તિના હોવાનું સામે આવ્યુ છે. ગેસની બોટલની ડિલવરી કરે છે. આ પૈસા તેના ખિસ્સા માંથી સાઈકલ ચલાવતી વખતે રસ્તા પર પડી ગયા હતા. રામ નરેન્દ્ર યાદવે ભયનો માહોલ ફેલાયા બાદ અમારો સંપર્ક સાધ્યો હતો અને અમને માહિતી આપી હતી કે આ પૈસા તેના જ છે અને તેનાથી ભૂલથી પૈસા પડી ગયા હતા. જો કે, આ સિવાય અમે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા. તેના પરથી જાણવા મળ્યુ હતુ કે, નોટ તે જ વ્યક્તિના ખિસ્સા માંથી પડી ગયા હતા. આ નોટ કોઈ કોરોના વાયરસના સંક્રમણ ફેલાવવા માટે ફેકવામાં નથી આવ્યા.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કોરોના વાયરસનો ચેપ ફેલાવવાના હેતુસર રસ્તા પર નોટો રાખવામાં આવી ન હતી. ગેસ સિલિન્ડર પહોંચાડનાર વ્યક્તિના ખિસ્સામાંથી પૈસા પડી ગયા હતા.

Avatar

Title:શું ખરેખર નોટોમાં થૂંક લગાડી કોરોના ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે..? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False