શું ખરેખર બેરોજગાર યુવાન દ્વારા સીએમ યોગી આદિત્યનાથના કાફલા સામે કાળા વાવટા ફરકાવ્યા…? જાણો શું છે સત્ય…..

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

પ્રબલ ભારત પાર્ટી સમર્થક નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Cm યોગી ના કાફલા આગળ બેરોજગાર યુવાઓ એ કાળા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 58 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સીએમ યોગી આદિત્યનાથના કાફલા સામે બેરોજગાર યુવાનો દ્વારા કાળા વાવટા ફરકાવવામાં આવ્યા.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ ઘટના 7 જૂન 2017ના રોજ બની હતી. યોગી આદિત્યનાથ એક કાર્યક્રમ માટે લખનઉ યુનિવર્સિટી આવ્યા ત્યારે સમાજવાદી પાર્ટીના વિદ્યાર્થી સંઘના કેટલાક વિદ્યાર્થીઓએ તેમને કાળા ધ્વજ બતાવીને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાનો વિડિયો તમે નીચે જોઈ શકો છો.

EMBED

ARCHIVE

આ કેસમાં પોલીસે સત્વંતસિંઘ, નિતિન રાજ, પૂજા શુક્લા, અનિલકુમાર યાદવ, અંકિતકુમાર સિંહ, રાકેશકુમાર, મધુર્યા સિંહ અને અપૂર્વ વર્માની ધરપકડ કરી હતી. લખનઉ યુનિવર્સિટીએ પણ આ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી હતી.

યોગી આદિત્યનાથ ‘હિન્દુ સ્વરાજ દિવસ’ કાર્યક્રમ માટે લખનઉ યુનિવર્સિટી આવ્યા હતા. તેનો આ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ન્યુઝલેન્ડ્રી વેબસાઇટ સાથે વાત કરતાં વિદ્યાર્થી પૂજા શુક્લાએ કહ્યું હતું કે લખનઉ યુનિવર્સિટીનો વહિવટ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધા આપવામાં મોડું કરી રહ્યું છે. વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક ભંડોળ ખર્ચ કરવાને બદલે, યુનિવર્સિટી તે નિધિઓને નિરર્થક રાજકીય કાર્યક્રમો પર વ્યર્થ કરી રહી છે. યોગી આદિત્યનાથનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યો ન હતો. તેથી, વહીવટીતંત્રએ તેના માટે નાણાં ખર્ચ કરવોએ કૌભાંડ છે.”

ન્યુઝલોન્ડ્રી | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો છે. તેમજ બેરોજગાર યુવાન દ્વારા નહિં પરંતુ સમાજવાદી પાર્ટીના યુવાઓ દ્વારા સીએમ યોગીનો વિરોધ કરવામાં આવ્યો હતો. 

Avatar

Title:શું ખરેખર બેરોજગાર યુવાન દ્વારા સીએમ યોગી આદિત્યનાથના કાફલા સામે કાળા વાવટા ફરકાવ્યા…? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False