શું ખરેખર રાત્રીના 10 થી સવારના 5 વાગ્યા સુધી હવામાં દવાનો છંટકાવ કરવામાં આવવાનો છે.? જાણો શું છે સત્ય…

Coronavirus False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Kapil Mangi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગર મ્યુનિસિપલ કમિશનરનો સંદેશ “નમસ્તે હું તમને વિનંતી કરું છું કે તમે આજે રાત્રે 10 વાગ્યા પછી કાલે સવારે 5 વાગ્યા સુધી તમારા ઘરની બહાર ન આવો …. કેમ કે તેઓ કોવિડ -19 ને મારવા માટે હવામાં દવા છાંટશે. !! આ માહિતી તમારા બધા મિત્રો, સંબંધીઓ અને તમારા પરિવારોને શેર કરો …આભાર!”” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 6 લોકો દ્વારા શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાત્રીના 10 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના વાયરસની દવાનો છંટકાવ હવામાં કરવામાં આવનાર છે તો તમામ લોકોને ઘરની બહાર ન આવવા જણવવામાં આવ્યુ છે.

FACEBOOK | ARCHIVE

હાલ કોરોના વાયરસના પગલે સોશિયલ મિડિયામાં ખોટી માહિતી ખૂબ જ ફેલાઈ રહી છે. ત્યારે આ ખોટી માહિતીને રોકવી જરૂરી જણાઈ રહી છે. આ જ પ્રકારે ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા હોય તો સ્થાનિક મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં જ આવી હોય તેથી અમે ગૂગલ પર સરકાર દ્વારા રાત્રીના 10 થી સવારના 5 વાગ્યા સુધી દવાનો છંટકાવ કરવામાં આવશે. લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે આરોગ્ય સચિવ જયંતી રવિનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, દવાનો છંટકાવ કરવામાં કોઈ આદેશ કરવામાં આવ્યો નથી. પરંતુ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા જણાવવામાં આવ્યુ છે. તેમજ સોશિયલ મિડિયાની અફવાઓથી દૂર રહેવા પણ વિંનતી કરવામાં આવી છે.

જો આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યો હોય તો આરોગ્ય પ્રધાન દ્વારા તેની માહિતી મિડિયાને આપવામાં જ આવી હોય પરંતુ આરોગ્ય પ્રધાન નિતિન પટેલ દ્વારા આ પ્રકારે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. આરોગ્ય પ્રધાનનું નિવેદન તમે નીચે સાંભળી શકો છો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, રાત્રી દરમિયાન હવામાં કોરોનાની દવાનો છંટકાવ કરવામાં આવશે તે વાત તદ્દન ખોટી છે. આરોગ્ય સચિવ જંયતિ રવિ દ્વારા તેને નકારી કાઢવામાં આવી છે. 

Avatar

Title:શું ખરેખર રાત્રીના 10 થી સવારના 5 વાગ્યા સુધી હવામાં દવાનો છંટકાવ કરવામાં આવવાનો છે.? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False