શું ખરેખર સિંગાપોરમાં મહિલાની માસ્ક ન પહેરતા ધરપકડ કરવામાં આવી...? જાણો શું છે સત્ય....
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિદેશની એક પોલીસની દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે. આ વિડિયો સાથે જણાવવામાં આવી રહ્યુ છે કે, મહિલા દ્વારા માસ્ક ન પહેરવામાં આવતા સિંગાપોર પોલીસ દ્વારા આ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vivek Lavingia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સિંગાપોરમાં મહિલા દ્વારા માસ્ક ન પહેરવામાં આવતા ત્યાની પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને The Independent નામની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “નોવેના સ્કેવર રેસ્ટોરન્ટના સંચાલન કરતા પર સૂપ રેડતા મહિલાની ધરપકડ કરવામાં આવી.”
જે ક્લુના આધારે જ્યારે અમે ગૂગલ પર અન્ય કીવર્ડ સાથે સર્ચ કરતા અમને એશિયાવનનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સિંગાપોરના નોવના સ્ક્વેર ખાતે મહિલાની અજાણી વ્યક્તિ પર સૂપનો બાઉલ રેડવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.” તેમજ વિડિયોનો સ્ક્રિન શોટ પણ આ સાથે જોવા મળી રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.
આ મહિલાની માનસિક આરોગ્ય (સંભાળ અને સારવાર) અધિનિયમની કલમ 7 હેઠળ ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ તેના નિવેદનમાં જણાવ્યુ હતુ. Goodyfeed.com દ્વારા પ્રકાશિત અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
Title:શું ખરેખર સિંગાપોરમાં મહિલાની માસ્ક ન પહેરતા ધરપકડ કરવામાં આવી...? જાણો શું છે સત્ય....
Fact Check By: Yogesh KariaResult: False