મંગલયાનના સફળ પ્રક્ષેપણ પછી ઉજવણી કરતી ISROની મહિલા વૈજ્ઞાનિકોની તસવીર ચંદ્રયાન-3ની સફળતા તરીકે શેર કરવામાં આવી રહી છે…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ તસવીર વર્ષ 2014માં મંગળયાનના સફળ પ્રક્ષેપણ પછીની છે. તેને ચંદ્રયાન 3 સાથે કોઈ લેવાદેવા નથી.

તાજેતરમાં ઈસરોએ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે. જેના કારણે દેશભરમાં ખુશીનો માહોલ છવાયો છે. આ અંગેના ઘણા વીડિયો અને તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં એક તસવીર પોસ્ટ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે તે તસવીરોમાં કેટલીક મહિલાઓ અને પુરૂષો ઉજવણી કરી રહ્યાં છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણ બાદ ઈસરોના વૈજ્ઞાનિકો ઉજવણી કરી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

मालदेव सोलंकी નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણ બાદ ઈસરોના વૈજ્ઞાનિકો ઉજવણી કરી રહ્યા છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 25 સપ્ટેમ્બર 2014ના બીબીસી ન્યૂઝની વેબસાઈટ પર પ્રકાશિત આ ફોટોગ્રાફ મળ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે, “આ તસવીર મંગલયાનના પ્રક્ષેપણની છે. કહેવામાં આવ્યું છે કે આ ઈસરોની ઓફિસની તસવીર છે. માર્સ ઓર્બિટર સ્પેસક્રાફ્ટ (એમઓએમ) સફળતાપૂર્વક મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા પછી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના કર્મચારીઓ ઉજવણી કરી રહ્યા છે ત્યારની આ તસવીર છે.” 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ચંદ્રયાન-3 લોન્ચની સફળતા પછી ની નથી. આ વર્ષ 2014માં મંગલયાનના પ્રક્ષેપણની બાદની તસવીર છે. ચંદ્રયાન-3 સાથે તેને કોઈ લેવા-દેવા નથી.(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:મંગલયાનના સફળ પ્રક્ષેપણ પછી ઉજવણી કરતી ISROની મહિલા વૈજ્ઞાનિકોની તસવીર ચંદ્રયાન-3ની સફળતા તરીકે શેર કરવામાં આવી રહી છે…

Written By: Frany Karia 

Result: False