શું ખરેખર સુરત પાંડેસરામાં આવેલી રાજલક્ષ્મી મીલમાં લાગેલી આગમાં 42 લોકોના મોત થયા હતા...? જાણો શું છે સત્ય...
Mohan Naik નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજ લક્ષ્મી મિલ પાંડેસરા સુરત 42 ના મોત 28 ઘાયલ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી રાજલક્ષ્મી મીલમાં લાગેલી આગમાં 42 લોકોના મોત થયા છે. જ્યારે 28 લોકો ઘાયલ થયા છે.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર “સુરત રાજલક્ષ્મી મીલમાં આગ” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પાંડેસરા વિસ્તારમાં આવેલી રાજલક્ષ્મી મીલમાં નહીં પરંતુ મયુર સિલ્ક મીલમાં 31 ઓગસ્ટ 2019ના આગ લાગી હોવાનું સામે આવ્યુ હતુ. તેમજ આ આગના બનાવમાં કોઈ વ્યક્તિનું મોત થયુ હોય તે પણ જાણવા મળ્યુ ન હતું. જે સમાચારને જૂદા-જૂદા સ્થાનિક મિડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે વાંચી અને જોઈ શકો છો.
ઉપરોક્ત પરિણામો બાદ અમને સુરત ડેપ્યુટી કમિશ્નર દ્વારા આપવામાં આવેલુ નિવેદન પણ પ્રાપ્ત થયુ હતુ. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “ઘટના સમયે એક પણ વ્યક્તિ અંદર ન હતો.” જે નિવેદન તમે નીચે વાંચી શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી રાજલક્ષ્મી મીલમાં નહિં પરંતુ મયુર સિલ્ક મીલમાં આગ લાગી હતી. તેમજ આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિનું મોત થયુ ન હતું. જે માહિતી સુરત ડેપ્યુટી કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી રાજલક્ષ્મી મીલમાં નહિં પરંતુ મયુર સિલ્ક મીલમાં આગ લાગી હતી. તેમજ આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિનું મોત થયુ ન હતું. જે માહિતી સુરત ડેપ્યુટી કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી.
Title:શું ખરેખર સુરત પાંડેસરામાં આવેલી રાજલક્ષ્મી મીલમાં લાગેલી આગમાં 42 લોકોના મોત થયા હતા...? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False