પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2018માં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાનનો આ વીડિયો છે.

ફ્રાંસમાં ચાલી રહેલા તોફાનને લઈ સોશિયલ મીડિયામાં ઘણા સાચા-ખોટા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જ્યારે હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક વીડિયો વાયરલ તઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘ફ્રાન્સમાં હાલમાં ચાલી રહેલા તોફાન દરમિયાન એપલ સ્ટોરમાં થયેલી લૂંટનો આ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

અમિતકુમાર મનસુખલાલ સોની નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફ્રાન્સમાં હાલમાં ચાલી રહેલા તોફાન દરમિયાન એપલ સ્ટોરમાં થયેલી લૂંટનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને Le Huffington Post નામની યુટ્યુબ ચેનલ પર અમને વાયરલ વીડિયોનું લાંબુ વર્ઝન પ્રાપ્ત થયુ હતુ. જે વીડિયો વર્ષ 2018ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બોર્ડેક્સ એપલ સ્ટોરમાં પીળી વેસ્ટના અતિરેક દરમિયાન લૂંટ થઈ હતી.

વધુ સર્ચ કરતા અમને વર્ષ 2018ના મીડિયા અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ઈંધણ પર ગ્રીન ટેક્ષની જાહેરાત કર્યા પછી, વર્ષ 2018 તેનો ગિલેટસ જૌન (પીળી વેસ્ટ) દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2018માં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાનનો આ વીડિયો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર હાલમાં ફ્રાંસમાં એપલ સ્ટોર લૂંટાઈ રહ્યો હોવાના દ્રશ્યો છે...? જાણો શું છે સત્ય...?

Written By: Frany Karia

Result: Missing Context